વિરપુર તાલુકાના ભરોડી ગામ પાસેના જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે આગ ભભૂકી... - At This Time

વિરપુર તાલુકાના ભરોડી ગામ પાસેના જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે આગ ભભૂકી…


મહીસાગર જીલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે જિલ્લાના વિરપુર તાલુકાના ભરોડી ગામના વિસ્તારમાં આવેલ જંગલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર સુધી જોવાતા હતા વિરપુર તાલુકાના ભરોડી બારોડાના હદમાં આવેલ જંગલ વિસ્તારમાં ગતરાત્રીના સમયે આગની ઘટના બની હતી આ આગ‌ એટલી હદે વિકરાળ હતી કે સાત કીમી દુરથી પણ આગ જોઈ શકાતી હતી આગ અંગેની જાણ વિરપુર વન વિભાગના કર્મીઓને થતા જ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ આગ બુજવવાના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ વધુ વિસ્તારમાં પ્રસરી હતી જેથી આગ બુજાવવી મુશ્કેલ હતી ત્યારે ભારે જહેમત બાદ વન વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો મહીસાગર જિલ્લા અવાર નવાર જંગલ વિસ્તારમાં આગ લાગતી હોય છે. અગાઉ પણ ખાનપુર તાલુકાના જંગલ વિસ્તાર અને સંતરામપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી જેને વન વિભાગે કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.