ઐશ્વર્યા સાથે ડિવોર્સના સમાચાર પર અભિષેકે મૌન તોડ્યું:વીંટી બતાવી અને કહ્યું- હું હજી પરિણીત છું, ડીપફેક વીડિયોમાં ડિવોર્સની જાહેરાત કરતો જોવા મળ્યો - At This Time

ઐશ્વર્યા સાથે ડિવોર્સના સમાચાર પર અભિષેકે મૌન તોડ્યું:વીંટી બતાવી અને કહ્યું- હું હજી પરિણીત છું, ડીપફેક વીડિયોમાં ડિવોર્સની જાહેરાત કરતો જોવા મળ્યો


ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિષેક બચ્ચન તેની પત્ની ઐશ્વર્યા રાય જોડે ડિવોર્સ લઈ રહ્યો છે. જુલાઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક અને ઐશ્વર્યા અલગ-અલગ પહોંચ્યા હતા. તેઓ અલગ-અલગ રહેવાના કારણે ડિવોર્સના સમાચારો જોર પકડવા લાગ્યા. આ દરમિયાન, અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે કહેતો જોવા મળ્યો હતો કે હું અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા છીએ. જો કે તે AI જનરેટેડ ડીપફેક વીડિયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ હવે અભિષેકે ડિવોર્સના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. હાલમાં જ બોલિવૂડ યુકે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચનથી છૂટાછેડાના સવાલ પર તેણે પોતાના લગ્નની વીંટી બતાવી અને કહ્યું કે, હું હજુ પરિણીત છું. તેણે આગળ કહ્યું, મારી જોડે તમને બધાને કહેવા માટે કંઈ નથી. તમે બધાએ આ મુદ્દાને અતિશયોક્તિ કરી છે. હું સમજું છું કે તમે તે શા માટે કર્યું.અમે સેલિબ્રિટી છીએ, અમારે આનો સામનો કરવો પડશે. એક્ટર ડીપફેક વીડિયોમાં છૂટાછેડાની જાહેરાત કરતો જોવા મળ્યો હતો
હાલમાં જ અભિષેક બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. અભિષેક બચ્ચનના ફેન પેજ પરથી શેર કરાયેલા આ વીડિયોમાં અભિનેતા છૂટાછેડા જાહેરાત કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, 'આ જુલાઈમાં ઐશ્વર્યા અને મેં ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષો મારી પુત્રી આરાધ્યા માટે સારા નથી રહ્યા. જો કે, આજે હું તમારી સાથે ઐશ્વર્યાથી ડિવોર્સ લેવાના કારણો વિશે વાત કરવા આવ્યો છું. અભિષેકનો જે વીડિયો વાઇરલ થયો છે તે AI જનરેટેડ છે. જો તમે નજીકથી જુઓ, તો તમે જોઈ શકો છો કે અભિષેકનું લિપ્સિંક તેના ઑડિયો સાથે મેળ ખાતું નથી. વીડિયોને ડીપફેક બનાવવા માટે તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે અભિનેતા ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પેરિસમાં હતો. છૂટાછેડાના સમાચારને કેવી રીતે વેગ મળ્યો?
જુલાઈમાં, અભિષેક બચ્ચન તેમના પરિવાર સાથે અનંત-રાધિકાના લગ્નનો ભાગ હતો. રેડ કાર્પેટ પર અભિષેકનો આખો પરિવાર હાજર હતો, જોકે તે સમયે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા તેની સાથે ન હતી. અભિષેકના આગમનના થોડા સમય બાદ ઐશ્વર્યા તેની પુત્રી સાથે રેડ કાર્પેટ પર પહોંચી અને પાપારાઝી માટે પોઝ આપ્યો. અલગ-અલગ એન્ટ્રી લેવા સિવાય આખા લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા ન હતા. આ પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2007માં થયા હતા. આ લગ્નથી કપલને એક પુત્રી આરાધ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.