થોરીયાળી પુલ માં મોટા ગાબડાં, પુલ ને થીગડાં દેવામાં ૧૨ સાંધે ત્યાં ૧૩ તૂટે એવી પરિસ્થિતિ.
સાયલા થી પાળીયાદ સુધી નો મુખ્ય રોડ આવેલો છે. જેમાં દિવસમાં હજારો વાહનો પસાર થાય છે. સાયલા તાલુકામાં ડમ્પર જેવા ભારે વાહનો ની અવરજવર વધારે રહે છે. ત્યારે આ રોડ પર આવેલ થોરીયાળી નો ભોગાવા નો પુલ થોડા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તે પુલ માં હાલ માં ગાબડાં પડી રહ્યા છે. હજી એક સપ્તાહ પહેલા જ બાજુના જૂના પુલ માં મોટા ખાડા પડવાથી નાના વાહન ચાલકો ખુબ પરેશાન થઈ રહ્યા હતા ત્યાં જ નવા બનાવેલ પુલ માં ગાબડાં પાડવાનું ચાલુ થઈ ગયું છે. હાલ માં વાહન ચાલકો ને પુલ પરથી પસાર થવામા પણ જોખમ છે. પુલ માં એક ખાડો પુરે ત્યાં બીજે ગાબડું પડે છે. થોરીયાળી ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પુલ ને રીપેરીંગ કરવાની માંગ કરી હતી. આ પુલ જો તૂટશે તો મુખ્ય પાળીયાદ બોટાદ જાવાનો રસ્તો બંધ થવાની સંભાવના છે. ગામે ત્યારે અકસ્માત થવાની શક્યતા છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.