નેત્રંગ ખાતે વડના વૃક્ષ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વ્રત સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્યજીવન સુખમય રહે તે માટે વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી.

હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનું ખુબ મહત્વ રહેલું છે. વર્ષના બારેમાસ કોઈને કોઈ વાર તહેવાર કે વ્રત ધાર્મિક દૃષ્ટિએ ઉજવવામાં આવતા હોય છે.જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે.વ્રતના દિવસે બહેનો સોળે શણગાર સજી મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે.જ્યારે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત સાથે ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે.જેને વ્રત સાવિત્રી તરીકે ઉજવામાં આવે છે.
મહિલાઓએ વ્રત રાખીને વહેલી સવારથી તેમના વિસ્તારમાં આવેલા વડની પૂજા અર્ચના કરીને સુત્તરના દોરો વડને બાંધીને તેની પ્રદિક્ષણા કરીને પતિના દીર્ધાયુ અને પરિવાર માટે મંગલ કામના કરી હતી. આજે વિવિધ શિવ મંદિરોમાં દર્શન કરી વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ ચોખા, ફૂલો અને જળ ચડાવી પૂજન કર્યું હતું.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.