મેડિકલ કોલેજ પોરબંદરના વિદ્યાર્થીનું મળેલ પાકીટ મુળ માલિકને શોધી પોરબંદર ટ્રાફિક બ્રિગેડના કૈલાશભાઈ ચાવડાએ પરત આપી માનવતાનો દાખલો બેસાડ્યો.*
ગોસા(ઘેડ) તા.૨૨/૧૧/૨૦૨૪
આજના સાયબર અને કલીકાળના યુગમાં માનવી પૈસા મેળવવા અને તેની પાછળ પૈસા કેમ કરીને મળે તેવા વિચારો સાથે આંઘળી દોટ મુકી રહયો છે. ત્યારે આવા આજના હળાહળ કલીકાળ યુગમાં હરામના પૈસા, કિંમતી વસ્તુઓ મળે તો તેને ગૌણ સમજી માનવતા મરી પરવરી નથી તેવા દાખલા બેસાડનારા હજુ પણ જોવા મળે છે ત્યારે આવો એક પ્રમાણીક ભર્યો દાખલો ગઈ કાલે પોરબંદર ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કૈલાશભાઈ વીરાભાઇ બતાવી સરાહનીય કામગીરીના યશભાગી બનતા અભિનંદન ને પાત્ર બન્યા છે.
મૂળ માંગરોળ તાલુકાના ઘેડ બગસરા ગામના વતની અને પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટ માં સર્વિસ કરી નિવૃત્તિમય જીવન વિતાવતા હાલ પોરબંદર કર્મચારી સોસાયટીમાં રહેતા વીરાભાઇ ચાવડા પુત્ર અને પોરબંદર ટ્રાફિક શાખામાં છેલ્લા ૧૩ વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કૈલાશભાઈ વીરાભાઇ ચાવડા ભાઈએ તેઓની ફરજ દરમ્યાન મુળ રાજકોટ રૈયા રોડ, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, અંબિકા પાર્કમાં રહેતા અને હાલ પોરબંદર ભાવસિંહજી હોસ્પીટલ સંચાલિત જી.એમ.ઈ. આર. એસ. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પર્સ(પાકીટ) રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથે મળેલ તે મળુ માલીકને પરત આપી પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોરબંદર ટ્રાફિક શાખાના પોલીસ સબ ઈન્સ.કે. એન. અઘેરા તથા ઈ.એસ. આઈ.કિરીટભાઈ પરમાર તથા ટ્રાફિક બ્રિગેડ ના જવાન કૈલાશ ભાઇ વીરાભાઇ ચાવડા તથા જયદીપભાઈ લાખાભાઇ મોરી નાઓ પોરબંદર એમ.જી.રોડ ઉપર ફૂટ પેટ્રોલિંમાં ફરતા હતા. ત્યારે પેટ્રોલિંમાં ફરતા ફરતા તેઓ રાણીબાગ ચાર રસ્તાએ જે. પી. ફૂટવેરની દુકાન પાસે આવતા રસ્તામાં એક પર્સ (પાકીટ) રોડ પર નજરે પડતાં તુરંત જ ટ્રાફિક બ્રિગેડના કૈલાશભાઈ વીરાભાઇ ચાવડા એ રસ્તા માં પડેલ પાકીટ ને લઈ અને ટ્રાફિક પી.એસ. આઈ. કે. એન. અઘેરા નાઓ સમક્ષ રજૂ કરેલ. ત્યારબાદ પી.એસ. આઈ. કે. એન. અઘેરા નાઓ દ્વારા પાકીટ ની તલાસી કરતાં તેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ રોકડા રૂપિયા ૨૦૪૦ હોય, આથી પાકીટના માલીકને શોધવાનો પ્રયત્ન હાથ ઘરેલ.
પાકીટમાં રહેલ આધારકાર્ડ, પાન કાર્ડ ના આધારે મૂળ માલિક નું સરનામું શોધી કાઢવા ડોક્યુમેન્ટના આધારે જાડેજા(રજપૂત) હોય તેથી કૈલાશભાઈના મિત્ર એવા પોરબંદર શહેર ભાજપના ઉપ પ્રમુખ શિવરાજસિંહ એમ. જાડેજા નો સંપર્ક કરતાં તેઓ એ રાજકોટ ના તેમની જ્ઞાતિના ગ્રુપ માં મેસેજ કરતા ૩૦ મિનિટ માં રાજકોટ રૈયા રોડ, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, અંબિકા પાર્કમાં રહેતા મુળ માલીકના પિતાનો ફોન આવેલો અને તેમના પુત્રનું પાકીટ હોય અને હાલ તેઓ પોરબંદર ભાવસિંહજી હોસ્પીટલ સંચાલિત જી. એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું હોવાનું જાણવા મળતા અને તેઓનો કોન્ટેક કરતા તેઓ પોરબંદર શહેરમાં બાઈક લઈને ખરીદી કરવા નીકળતા તેઓનું પાકીટ ખોવાઈ ગયેલ હતું તેવું જાણવા મળતા પાકીટના મુળ માલીક રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ને પોરબંદર ટ્રાફિક શાખાએ બોલાવી જરૂરી દસ્તાવેજ તેમજ પાકીટ અંગે ઓળખ કરી ખરાઈ કરી ટ્રાફિક પી.એસ. આઈ. કે. એન. અઘેરાનાઓની હાજરીમાં રૂપિયા ૨૦૪૦ તથા ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મૂળ માલિક ને પરત કરી પોરબંદર પોલીસ તેમજ ટ્રાફિક શાખાનું ગૌરવ વધારી પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુળ માલીક રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટ્રાફિક બ્રિગેડ કૈલાશભાઈ વીરાભાઇ ચાવડા એ પોતાની ફરજ માં પ્રમાણિકતા દાખવી પોતાનું પાકીટ પરત કરવા બદલ તેઓનો અને ટ્રાફિક શાખાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ
વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.