આમિર ખાનની માતાના 90મા બર્થડેનું ગ્રાન્ડ સેલિબ્રેશન:મુંબઈમાં ઘરે જ યોજાશે પાર્ટી, પરિવારના 200થી વધુ સભ્યો થશે સામેલ - At This Time

આમિર ખાનની માતાના 90મા બર્થડેનું ગ્રાન્ડ સેલિબ્રેશન:મુંબઈમાં ઘરે જ યોજાશે પાર્ટી, પરિવારના 200થી વધુ સભ્યો થશે સામેલ


આજે એટલે કે 13મી જૂને આમિર ખાનની માતા ઝીનત હુસૈનનો 90મો બર્થડે છે. એક્ટરે આ બર્થડે ને ખૂબ જ ખાસ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. આ માટે આમિર મુંબઈમાં પોતાના ઘરે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવા જઈ રહ્યો છે. અહીં તે વિવિધ શહેરોમાંથી 200થી વધુ પરિવારના સભ્યો અને મિત્રોને સાથે એકઠા કરશે. પરિવારના સભ્યો અને મિત્રો ઘણા શહેરોમાંથી આવશે
ગત વર્ષે આમિરની માતાની તબિયત સારી ન હતી. હવે જ્યારે તેની તબિયત ઠીક થઈ ગઈ છે, આમિર એક મોટા ગેટ-ટુ-ગેધરની તૈયારી કરી રહ્યો છે. બનારસ, બેંગલુરુ, લખનૌ, મૈસૂર અને અન્ય ઘણા શહેરોના મહેમાનો આમિરના આ સેલિબ્રેશનમાં હાજરી આપશે. એક્ટર તેની માતાની સારવાર માટે ચેન્નાઈ શિફ્ટ થયો હતો
રિપોર્ટ્સ અનુસાર, આમિરની માતાને 2022માં હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે ઝીનત પંચગીનીમાં તેમના ઘરે હતાં. આ પછી 2023માં આમિરે ચેન્નાઈમાં તેમની માતાની સારવાર કરાવી હતી. સારવાર દરમિયાન તેઓ થોડા મહિનાઓ માટે ચેન્નાઈ શિફ્ટ થયા હતા. 'સિતારે ઝમીં પર' આગામી ફિલ્મ છે
વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિરની આગામી ફિલ્મ 'સિતારે ઝમીં પર' છે. આ ફિલ્મના નિર્માતા ઉપરાંત આમિર તેમાં એક્ટિંગ કરતો પણ જોવા મળશે. આ ફિલ્મનો વિષય 2007માં રિલીઝ થયેલી આમિરની ફિલ્મ 'તારે ઝમીં પર' જેવો જ છે.
આ ફિલ્મ સિવાય આમિર સની દેઓલ અભિનિત 'લાહોર 1947' પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. તે આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર રિલીઝ થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.