માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા “સૂર, શબ્દ અને સાહિત્યની અમૃતધારા”નો છઠ્ઠો મણકો યોજાયો
(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ શહેરમાં માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદ દ્વારા કવિશ્રી બોટાદકર અને કવિ રમેશ પારેખની જયંતી ઉપક્રમે તા.૨૭/૧૧/૨૦૨૪ના રોજ "સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા"નો છઠ્ઠો મણકો પ્રા.વૈશાલીબહેન દવેના નિવાસસ્થાને યોજાયો હતો. આજના મણકામાં ડૉ.જનક રાવલસાહેબ,ડૉ. હિતાબહેન રાજયગુરુ, ડૉ. વિપુલભાઈ કાલિયાણિયા, ડૉ.જગદીશભાઈ ખાંડરા, આદરણીય ભટ્ટસાહેબ, પ્રા.વૈશાલીબહેન દવે, લેખક રત્નાકર નાંગર સાહેબ,લાલજીભાઈ પારેખ, ભાવેશભાઈ પરમાર, ગૌરાંગભાઈ લવિંગીયા, જયદીપભાઈ નાવડિયા, હર્ષલ પરમાર, વિધિશાબેન સહિત ભાવકો ઉપસ્થિત રહ્યાં હતા. ભાવેશભાઈ પરમારે સૌને શબ્દપુષ્પોથી આવકાર્યાં હતાં. આભારવિધિ વૈશાલીબહેન દવેએ કરી હતી અને સંચાલન લાલજીભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.