હરિભક્તો દ્વારા મૌનરેલીનું આયોજન: સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાનો વિવાદ વકર્યો
હરિભક્તો દ્વારા મૌનરેલીનું આયોજન: સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાનો વિવાદ વકર્યો
જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો વિવાદ વધુ તેજ બન્યો છે. ગત તાર. 11/12/2024ના રોજ મધરાતે ખારગેટ સ્થિતિ જૂના સ્વામિનારાયણ મંદિરથી રાત્રિના સમયે વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિઓ હટાવી લેવમાં આવી હતી. જેનાથી હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. આ બાબતે હરીભક્તો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.
બીજી તરફ નવા સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. આગામી તારીખ આઠમીએ શહેરમાં નવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ હરિભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે મૂર્તિ હટાવવા બાબતે નારાજ હરીભક્તોએ મોટી રેલી યોજી મૌન રેલીનું આયોજન કર્યું હતું. લોકોએ હાથમાં બેનરો જેવા કે, 'સ્વામિનારાયણ સંપ્રદાયને લજ્વો નહીં', 'સાધુના વેશમાં ચોર' જેવા સ્લોગન સાથેના રેલી યોજવામાં આવી હતી. આ રેલી જૂના સ્વામિનારાયણ મંદિરથી કેબીન ચોકવાસી તળાવ ગાંધીબાગ રોડથી લઇ છેલ્લે સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મ સભામાં પરિવર્તિત થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.