શાસ્ત્રીનગર, સાધુ વાસવાણી રોડ, પરાબજાર સહિતની પેઢીઓમાંથી મરચુ, પનીર, કુકીઝના નમુના લેતું કોર્પો. - At This Time

શાસ્ત્રીનગર, સાધુ વાસવાણી રોડ, પરાબજાર સહિતની પેઢીઓમાંથી મરચુ, પનીર, કુકીઝના નમુના લેતું કોર્પો.


મનપા ફૂડ શાખાની ચેકીંગ ડ્રાઇવમાં પનીર, મરચા પાવડર સહિતના વધુ ચાર નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગર-6માં આવેલ ગુજરાત ફૂડસમાંથી ડેનકેન પનીર, સાધુ વાસવાણી રોડ 2-રઘુવીર પાર્કમાં માર્વેલસ બેકરીમાંથી ડ્રાયફ્રુટ કુકીઝ, પરાબજારની સુધીર એન્ડ કંપનીમાંથી હાથી મરચા પાવડર, રાજનગર સોસા.માં શ્રીનાથજી ટ્રેડર્સમાંથી સોનેટ કાશ્મીરી મરચાના નમુના લેવામાં આવ્યા હતા. તો મોરબી રોડ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 39 દુકાનોમાં 34 ખાદ્ય નમુનાની ચકાસણી કરી 19 વેપારીને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે.
જેઓને નોટીસ અપાઇ તેમાં (1)અક્ષર વડાપાઉં (2)બાલાજી પાઉંભાજી (3)શ્રીજી ડેરી ફાર્મ (4)બાલાજી જનરલ સ્ટોર (5)શ્રીજી ફરસાણ (6)કુબેર નાસ્તા ભંડાર (7)જડેશ્વર જનરલ સ્ટોર (8)પાટીદાર ફરસાણ (9)બંસી ડ્રાયફ્રૂટ મસાલા (10)ગેલેક્સી પાન કોલ્ડ્રિંક્સ (11)જય અંબે નાસ્તા સેન્ટર (12)શ્રીજી બેકરી (13)શ્રી હરિ પાર્લર (14)કિસ્મત પ્રોવિઝન સ્ટોર (15)જલારામ ફરસાણ (16)જલિયાણ પાર્લર (17)શિવ કોલ્ડ્રિંક્સ (18)ભગવતી મેડિકલ (19)બહુચરાજી સુપર માર્કેટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (20)જય અંબે જાંબુ (21)નાગબાઈ ડેરી ફાર્મ (22)નીલકંઠ સુપર માર્કેટ (23)શ્રીરામ ડેરી ફાર્મ (24)સપના કોલ્ડ્રિંક્સ (25)બાલાજી કોલ્ડ્રિંક્સ (26)રંગોલી બેકરી (27)આઈ શ્રી ખોડિયાર ડેરી (28)જય માતાજી દાળપકવાન (29)બાલાજી સુપર માર્કેટ (30)ન્યુ જલારામ બેકરી (31)ન્યુ શ્રીજી આઇસક્રીમ (32)જય અંબે ચિલ્ડ પોઈન્ટ (33)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (34)ફેમિલી માર્ટ (35)શ્રીજી મેડિકલ (36)માં પ્રોવિઝન સ્ટોર (37)નીરા ડેરી ફાર્મ (38)માર્વેલસ બેકરી (39)ખોડિયાર ફરસાણમાં તપાસ કરાઇ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.