જૂની અદાવતનો ખાર રાખી અરમાન પર છરીથી હિંચકારો હુમલો
રૈયારોડ પર આવેલ નવઘણ હોટલ પાસે જૂની અદાવતના સમાધાન માટે બોલાવી અરમાન નામના યુવક પર રિયાઝે છરીથી હુમલો કરાતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી અરમાન ઇકબાલભાઇ લધર (ઉ.વ,19) (રહે. રૈયા ગામ) એ જણાવ્યું હતું કે,
ગઇ કાલે સાંજના તેઓ તેના મીત્ર નવાબના દાદીના ઘર પાસે હનુમાન મઢી પાસે શીવપરામાં હતો ત્યારે મારા મીત્ર રીયાઝ સુમરાનો મને ફોન આવેલ અને અમારે એકાદ મહીના પહેલા જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહે જવાનુ હોય ત્યારે મીત્રોને સાથે લઇ બાબતે મનદુખ હોય તે બાબતે વાત કરવા રૈયા રોડ પર આવેલ નવઘણ ચા ની હોટલે આવવા નુ કહેતા તે તથા તેનો મીત્ર નવાબ બંને પાંચેક વાગ્યે ત્યાં ગયેલ હતાં. ત્યાં એક કારમાં રીયાઝ તથા તેના બે મીત્રો બેઠા હતા. બાદમાં તે પણ કારમાં પાછળની સીટમાં બેસેલ અને રીયાજ સાથે વાતચીત કરેલ અને બાદમાં અરમાન કારમાંથી નીચે ઉતરીને જતો હતો
ત્યારે રીયાઝે એકદમ ઉશ્કેરાઇને મને ગાળ આપી છરી કાઢી પગના ભાગે ઝીંકી દીધેલ હતી અને મારી સામે ક્યારેય આવ તો નહી નહીતર જીવતો નહી રહેવા દઉં કહી રિયાઝ નાસી છૂટ્યો હતો. અને બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.