અમરેલી જિલ્લામાં તા.૨૩ જૂનથી પોલિયો વિરુધ્ધ રસીકરણ અભિયાન : અંદાજે ૧.૨૭ લાખ બાળકોને ‘દો બૂંદ’ પીવડાવવામાં આવશે - At This Time

અમરેલી જિલ્લામાં તા.૨૩ જૂનથી પોલિયો વિરુધ્ધ રસીકરણ અભિયાન : અંદાજે ૧.૨૭ લાખ બાળકોને ‘દો બૂંદ’ પીવડાવવામાં આવશે


અમરેલી જિલ્લામાં તા.૨૩ જૂનથી પોલિયો વિરુધ્ધ રસીકરણ અભિયાન : અંદાજે ૧.૨૭ લાખ બાળકોને ‘દો બૂંદ’ પીવડાવવામાં આવશે

અમરેલી જિલ્લામાં તા.૨૩ જૂન, ૨૦૨૪ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંદાજે ૧,૨૭, ૮૨૪ બાળકોને ‘દો બૂંદ’ પીવડાવવામાં આવશે. આ માટે જિલ્લામાં ૭૯૭ બુથ ઉપરાંત ૯૦ મોબાઈલ ટીમ અને ૫૭ ટ્રાન્સીટ ટીમ દ્વારા જુદાં-જુદાં જાહેર સ્થળોએ ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો સામે રક્ષણ આપતી રસી આપવામાં આવશે.

અમરેલી જિલ્લામાં જૂન-૨૦૨૪ની તા.૨૩ થી તા.૨૫ દરમિયાન યોજાનાર પોલીયો સામે રક્ષિત કરવાના રસીકરણ અભિયાનમાં ૩,૫૨૦ જેટલા આરોગ્ય કર્મીઓ અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રોગથી રક્ષિત કરવા માટેની કામગીરી કરશે.

પોલીયો સામે રક્ષણ રસીકરણ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, મેડિકલ ઓફિસર સહિતનાઓને પોલિયો રાઉન્ડ વિશે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. જેમાં WHOના સિનિયર મેડિકલ ઓફિસરશ્રીએ પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

અચૂક પોલિયો સામે રક્ષણ અંગેની રસી પીવડાવવા માટે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.આર. એમ. જોષી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.