ભાડે રૂમ રાખી રહેતાં ચાર યુવકોના મોબાઈલ ફોન ચોરી રૂમ પાર્ટનર ફરાર
હાથીખાનામાં ભાડે રૂમ રાખી રહેતાં ચાર યુવકોના મોબાઈલ ફોન ચોરી રૂમ પાર્ટનર ફરાર થઈ જતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રામનાથપરા પાસે હાથીખાના શેરી નં.2 માં રહેતાં તરુણભાઈ તારકભાઈ તુરી (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સનીસિંગ સંજયસિંગ રાજપૂત (રહે. રામનાથપરા પાસે હાથીખાના શેરી નં.2) નું નામ આપી જણાવ્યું હતું કે, તે તેના રૂમ પાર્ટનર સુસાંતા સોના મોદક, ઉજલ ભુપેનભાઈ કરમાકર, સહદેવ ફુલચંદ કર્મકર, સનીસિંગ સંજયસિંગ રાજપુત સાથે રહે છે. અને તમામ રૂમ પાર્ટનર રામનાથ પરા જુમા મસ્જીદ ચોક સામે નાસ્તાની દુકાનમા કામ કરે છે.
ગઈકાલે રાત્રીના બે વાગ્યાની આસપાસ તે તેમજ તેમના રૂમ પાર્ટનર સુઇ ગયેલ હતા. તેઓએ તેનો મોબાઇલ ફોન રૂમમા ચાર્જીંગમા રાખેલ હતો. સવારના જોયુતો ફોન ચાર્જિંગમા રાખેલ હતો ત્યા જોવામા આવેલ નહી, જેથી રુમ પાર્ટનરને જગાડીને મોબાઈલ ફોન બાબતે પુછતા રૂમ ઉપર હાજર ત્રણ મારા રૂમ પાર્ટનરે જાણાવેલ કે, તારા ફોનની અમને ખબર નથી અને તેઓ ત્રણેય જણા પોતાના મોબાઈલ ફોન રૂમમા જોતા તેઓના મોબાઈલ ફોન પણ જોવા મળેલ નહી.
તેમજ પાચમો રૂમ પાર્ટનર સનીસિંગ સંજયસિંગ રાજપુત રૂમમા જોવામા આવેલ નહી જેથી તેના મોબાઈલ ફોનમા ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તેનો સામાન રૂમ મા જોવા મા આવેલ નહી જેથી તેઓનો પાચમો રૂમ પાર્ટનર સનીસિંગ રાજપુત રૂમ પાર્ટનરના ચાર મોબાઈલ ફોન રૂ.45 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ નીતાબેન ડાંગર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.