મનપાની દબાણ હટાવ ઝુંબેશમાં 34 રેંકડી-કેબીનો અને 722 બોર્ડ-બેનરો જપ્ત, રૂ.80,000નો દંડ વસુલાયો - At This Time

મનપાની દબાણ હટાવ ઝુંબેશમાં 34 રેંકડી-કેબીનો અને 722 બોર્ડ-બેનરો જપ્ત, રૂ.80,000નો દંડ વસુલાયો


રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગો પર દબાણ રૂપ હોય તેવી 34 રેકડી-કેબીનો તેમજ 722 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા અને 127 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરી કુલ 80,000 કરતા વધુનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં જ્યુબેલી માર્કેટ, બજરંગ વાડી, જામનગર રોડ, અશોક ગાર્ડન, બુધવારી, ગાયત્રી નગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 34 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યારે જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરૂડ ગરબી ચોક પરથી જુદી જુદી અન્ય 127 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. 

આ ઉપરાંત વેસ્ટ ઝોનનાં પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ સહિતના વિસ્તારમાંથી 958 કિલો શાકભાજી અને ફળો જપ્ત કરી સ્વામીનારાયણ ચોક નજીકથી કુલ 11,280- મંડપ કમાન છાજલી ભાડું વસુલ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી 69,000નો વહીવટી ચાર્જ મળી કુલ 80,000થી વધુની વસુલાત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.