સાયલા તાલુકાના ગ્રામ્યના વિધાર્થી છાત્રાલયમાં મોત થતાં મૃતકના પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ગ્રામ્યમાં રહેતા પરિવારનો 13 વર્ષનો દિકરો બોટાદ જિલ્લાના તુરખા રોડ પર આવેલ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હતો ગત તા.23-3ના રોજ છાત્રાલયની દીવાલ પાસે તે માથામાં ઈજા થયેલ હાલતમાં મળી આવ્યો હતો જેમાં સારવાર માટે લઈ જવાતા છાત્રનું મોત થયુ હતુ આ બનાવમાં મૃતકના પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ કરી હતી બોટાદના તુરખા રોડ પર સાર્વજનીક કુમાર છાત્રાલય આવેલુ છે જેમાં સાયલા તાલુકાના ગઢ શીરવાણીયા ગામે રહેતા ભરતભાઈ લીંબાભાઈ બાવળીયાનો 13 વર્ષનો પુત્ર વિક્રમ ધો.9માં અભ્યાસ કરતો હતો હોળી ધુળેટીના તહેવારો ઉપર તે ગામ આવ્યો હતો જયારે ગત તા. 23-3ના રોજ છાત્રાલયના ગૃહપતીએ ઘરે ફોન કરી વિક્રમને માથામાં ઈજા થઈ હોવાની જાણ કરી હતી આથી પરિવારજનો બોટાદ દોડી ગયા હતા અને વિક્રમને સારવાર માટે બોટાદ શહેરની સોનાવાલા હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન માથામાં વધુ ઈજા થવાથી વિક્રમનું મોત થયુ હતુ આ બનાવમાં બોટાદ પોલીસે હાલ અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પરિવારજનો તેનાથી સંતુષ્ટ નથી મૃતક છાત્રના પરિવારજનોએ આ બનાવમાં તટસ્થ તપાસ કરવા માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
