ઢોરની ઢીકથી યુવાનનાં મોત માટે મનપા જવાબદારરૂ.13.70 લાખ વળતર ચૂકવવા અદાલતનો આદેશ
2018માં યુવાન બાઇક પર જતો હતો અને ગાયે ઢીક મારતાં રોડ પર પટકાવાથી મોત નીપજ્યું હતું
મૃતકના પત્નીએ કરેલા દાવામાં વકીલની દલીલ અને સુપ્રીમના ચુકાદાના આધારે મનપા વિરુદ્ધ હુકમ
રાજકોટની સિનિયર સિવિલ કોર્ટે રાજકોટ મહાનગરપાલિકા વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રાજકોટમાં 2018ની સાલમાં રેઢિયાળ ઢોરની ઢીકથી બાઇકચાલક યુવાનનાં મોત નીપજવાના બનાવમાં અદાલતે રાજકોટ મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી મૃતકના વારસદારોને રૂ.13.70 લાખ વળતર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.