જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત શહેરકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ - At This Time

જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત શહેરકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ


જામનગરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત શહેરકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

અંડર:૧૪,૧૭,૧૯ વયજૂથની ભાઈઓ અને બહેનોની શૂટિંગ અને આર્ચરીની સ્પર્ધાઓમાં ૨૮૧ ખેલાડીઓએ અને બાસ્કેટબોલ સ્પર્ધામાં ૪૫ ટીમોએ ભાગ લીધો

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ની મહાનગરપાલીકાકક્ષાની અંડર: ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓ અને બહેનોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૧૫ સપ્ટેમ્બરના રોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જામનગર ખાતે યોજાયેલ બાસ્કેટબોલ સ્પર્ધામાં ૪૫ ટીમોએ ભાગ લીધો હતો. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ એસવીએમ, આણદાબાવા સંસ્થા ખાતે સંસ્થાના સહયોગથી યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં ૧૩૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને તા.૧૮ સપ્ટેમ્બરના રોજ કેદારલાલ શૂટિંગ એકેડમી ખાતે યોજાયેલ શૂટિંગ સ્પર્ધામાં ૧૪૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વિજેતા ટીમ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી. જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.