બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ગઢડા તાલુકાની કેન્દ્રવર્તી શાળા નંબર 2 શ્રી કમરીબાઈ કન્યા વિદ્યાલય ખાતે શાળાની વિદ્યાર્થીને ગુડ ટચ બેડ ટચ,પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સહિત વિવિધ યોજના અંગે કરાયા માહિતગાર

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ.આઈ મનસુરી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી મયુરધ્વજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કમરીબાઈ કન્યા વિદ્યાલય કેન્દ્રવર્તી શાળા નંબર 2 ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન ભેડા દ્વારા pbsc વિશે,સખીવન સ્ટોપ સેન્ટર,181 વિશે તેમજ સંકટ સખી એપ ડાઉનલોડ કરવા વિશે વિગતવાર માહિતી આપેલ,કાઉન્સેલર ગોરલબેન સોલંકી દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે સમજાવેલ,she ટીમના કોન્સ્ટેબલ માયાબેન રતનપરા દ્વારા સીટી વિશે 100,112 વિશે માહિતગાર કરેલ dhew ના કાર્યકર જય ભાઈ પંડ્યા દ્વારા મહિલા અને બાળ વિભાગની યોજના વિશે,વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના કાર્યકર પારૂલબેન કંસારા દ્વારા વ્હાલી દિકરી યોજના અને હાઈજીન વિશે સમજાવેલ શાળાના અધ્યાપક તુલસીભાઈ અને નયનાબેન કલસરિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.