હિંમતનગરના ધનપુરા પાસે વિદેશી દારૂની કાર પલટી જતા વિદેશી દારૂ ગાયબ,ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી નંબર પ્લેટ આધારે તપાસ હાથ ધરી - At This Time

હિંમતનગરના ધનપુરા પાસે વિદેશી દારૂની કાર પલટી જતા વિદેશી દારૂ ગાયબ,ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી નંબર પ્લેટ આધારે તપાસ હાથ ધરી


હિંમતનગરથી ખેડ રોડ

પર રાત્રી દરમિયાન વિદેશી દારૂની કાર પલટી જતા વિદેશી દારૂ ગાયબ થયો હતો.વહેલી સવારે આજુબાજુના લોકોને જાણ થતાં સ્થળ પર ટોળેટોળા જોવા મળ્યા હતા.બીજી તરફ ગાંભોઈ પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અકસ્માત ગ્રસ્ત કાર જોવા મળી હતી.જેને લઈને કાર નંબર આધારે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગર થી ખેડ રોડ પર ૧૫ કિમિ દૂર આવેલ ધનપુરા નજીક ખેતરમાં આજે વહેલી સવારે અકસ્માત ગ્રસ્ત કાર અને આજુબાજુમાં વિદેશી દારૂની તૂટેલી બોટલો અને બિયરના તુટેલા ખાલી ટીન પડેલા હતા.બીજી તરફ રોડ પર આવતા જતા લોકો અકસ્માત જોઈને ખેતરમાં કાર ને જોવા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ હિંમતનગર થી ખેડ રોડ પર ધનપુરા પાસે વિદેશી દારૂની કાર પલટી મારી જતાં તે અંગે ની જાણ પોલીસ સ્ટાફ ને થતા સવારે ઘટના સ્થળે પહોંચ્યો હતો.ત્યારે ખાલીખમ અકસ્માત ગ્રસ્ત કાર હતી.ત્યારબાદ કારની નંબર પ્લેટજી.જે.૦૯બી એલ.૮૪૫૩ આધારે તપાસ હાથ ધરી હતી.દરમિયાન ઘટના આસપાસ વ્યક્તિઓને પૂછપરછ કરતા અકસ્માતની ઘટના રાત્રીનાં ત્રણ કલાકની આસપાસ બની હોવાનું સામે આવ્યું હતું.જેને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.