વિજાપુર માં ફી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

વિજાપુર માં ફી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


વિજાપુર માં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડો સી.જે.ચાવડા સાહેબ અને આયુષ હોસ્પિટલ, મહેસાણાના સહયોગથી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન રામબાગ મંદિર હોલમાં કરવામાં આવ્યું.
જેમાં તમામ રોગોના ડોક્ટરોની ટિમ થી લઈને ECG, X-Ray તેમજ દવાઓ નિઃશુલ્ક રાખવામાં આવી હતી.
આ પ્રસંગે ડો સી.જે.ચાવડા સાહેબ દ્વારા હાજર રહીને દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખૂલ્લો મુક્યો હતો અને આયુષ હોસ્પિટલની ટિમ અને ડ્રીમ ફાઉન્ડેશન (જાયન્ટ્સ) નો વિશેષ આભાર માનીને ભવિષ્યમાં આવા કેમ્પ કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈએ એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
છેલ્લે ફાઉન્ડેશન ફાઉન્ડર કૌશિક પટેલના જણાવ્યા અનુસાર 400 કરતા પણ વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

રિપોર્ટર . મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.