અગવડતા વગર જ દીકરાને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળતાં વહીવટીતંત્રનો આભાર માનતા જેસીંગભાઇ વાજા
અગવડતા વગર જ દીકરાને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળતાં
વહીવટીતંત્રનો આભાર માનતા જેસીંગભાઇ વાજા
--------
વહીવટીતંત્રની ઝડપી અને સુનિયોજીત કામગીરીને બીરદાવી
--------
ગીર સોમનાથ, તા.૨: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રાંત કચેરી, વેરાવળ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સુત્રાપાડાનાં જેસીંગભાઇ વાજાના પુત્ર માધવને દિવ્યાંગતાના પ્રમાણપત્રનો લાભ મળ્યો હતો. કોઈપણ અગવડતા વગર જ આ લાભ મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં જેસીંગભાઈએ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
જેસીંગભાઇએ પોતાનો સુખદ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની સુનિયોજીત અને ઉત્તમ વ્યવસ્થાઓના કારણે કોઈપણ જાતની અગવડતાઓ ભોગવ્યા વગર જ મારા દીકરાનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળી જવાથી હવે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ લાભ મળશે. મારા દીકરાને રૂ.૧૦૦૦નું પેન્શન તેમજ બસમાં ફ્રી મુસાફરી જેવી સુવિધાઓ સહિતની યોજનાઓનો લાભ મળશે.
આમ, દીકરાનું દિવ્યાંગતા સર્ટિફિકેટ સરળતાથી મળવા બદલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની ઝડપી અને સુનિયોજીત કામગીરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.