જસદણની સબ જેલ નવી બનાવ્યાં અંતે ચાલું જ ન થઈ કોઈ ગ્રહણ લાગી ગયું
જસદણની સબ જેલ નવી બનાવ્યાં અંતે ચાલું જ ન થઈ કોઈ ગ્રહણ લાગી ગયું
જસદણના છત્રી બજાર વિસ્તારમાં લગભગ એક દશકા પહેલાં સબ જેલ તૈયાર કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર આ જેલ ચાલું કરવામાં જવાબદાર તંત્રને કોઈ ગ્રહણ લાગી જતાં હાલ કાચા કામના કેદીઓને ગોંડલ અથવા તો રાજકોટ મોકલવા પડી રહ્યાં છે એક સમયે જસદણની છત્રી બજાર વિવિઘ કચેરીઓથી ધમધમતી હતી હાલ તાલુકા સેવા સદન નવું બનતાં આ વિસ્તારમાં ફ્કત એક નગરપાલિકા જ અને જે જેલ બંધ છે તે બચવા પામેલ છે પણ આ વિસ્તારમાં આવેલ જેલનું બાંધકામ અંદાજે ૧૩ વર્ષ પહેલાં થયેલ જેથી કોઈ કાચા કામના કેદીને રાજકોટ કે ગોંડલ ન મોકલવા પડે તે હેતુથી તંત્રએ આ જેલનું લાખો રૂપિયા ખર્ચી નવું બાંધકામ કરાવ્યું હતું બન્ને સાઈડ ચાર ચાર એમ કુલ મળીને આઠ બેરેક ધરાવતી આ જેલ બનાવ્યાં પછી જ તંત્રને કોઈ ગ્રહણ લાગતાં હજું સુધી આ જેલ ખુલી જ નથી ત્યારે આ જેલનું બાંધકામ ખંડેર તરફ જઈ રહ્યું છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે એવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.