મોબાઈલ યુગ માં શાખપુર ગામે નવી લાયબ્રેરી ના પ્રારંભ પૂર્વ દામનગર શ્રી મણીભાઈ પુસ્તકાલય ની મુલાકાતે પધારતા અગ્રણી ઓ
મોબાઈલ યુગ માં શાખપુર ગામે નવી લાયબ્રેરી ના પ્રારંભ પૂર્વ
દામનગર શ્રી મણીભાઈ પુસ્તકાલય ની મુલાકાતે પધારતા અગ્રણી ઓ
દામનગર ના શાખપુર ગામે નવી લાયબ્રેરી પ્રારંભ પૂર્વે દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા શાખપુર ગામ ના અગ્રણી ઓ અને શિક્ષક શ્રી ઓ મોબાઈલ ના યુગ માં પણ પુસ્તકાલય તત્પર દાતા એ પુસ્તક પ્રવૃત્તિ ઓ માટે ઉદાર સખાબત કરતા દાતા ઓ જાણીતા લોક સાહિત્યકાર જગદીશભાઈ ત્રિવેદી સહિત ના સ્થાનિક દાતા શ્રી ઓના આર્થિક સહયોગ થી શાખપુર ગામે નિર્માણ થયેલ પુસ્તકાલય નો ૨૬ મી જાન્યુઆરી એ પ્રારંભ થનાર છે શાખપુર ગામે નવનિર્મિત પુસ્તકાલય ડો જગદીશભાઈ ત્રિવેદી નું વિચાર બીજ છે વર્તમાન મોબાઈલ યુગ માં ૧૧ થી વધુ પુસ્તકાલયો શરૂ કરાવનાર જગદીશભાઈ ત્રિવેદી સુધી શાખપુર ગામે પુસ્તકાલય ની ઈચ્છા સ્થાનિક ગ્રામજનો ની છે તેવી વાત ડો જગદીશભાઈ ત્રિવેફી સુધી પહોંચતા આર્થિક સહયોગ સાથે ખૂબ ખુશી વ્યક્ત કરી કરતા જગદીશભાઈ ત્રિવેદી એ સ્થાનિક ગ્રામજના ના ઉમદા વિચાર ને પ્રથમ પુષ્પ રૂપે લાખો ની સખાવત કરી શાખપુર ગામે શાળા ના આચાર્ય શ્રી સુનિલકુમાર ગોયાણી શિક્ષક શ્રી પાર્થભાઈ તેરૈયા નઝીરભાઈ મલેક દ્વારા શ્રેષ્ટતમ પુસ્તકાલય માટે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પુસ્તકાલય પૂર્વે પુસ્તકાલય સંદર્ભ ની વિગતો વ્યવસ્થા સંચાલન વિગેરે જાણકારી મેળવી મોબાઈલ ના ઝડપી યુગ માં પણ પુસ્તકાલય નિર્માણ થી લઈ સંચાલન સુધી તત્પર સ્થાનિક શાળા ઓના શિક્ષક શ્રી ઓ અને અગ્રણી ઓ દ્વારા શાખપુર જ નહીં પણ આસપાસ ના ૧૦ વધુ ગ્રામ્ય વિસ્તાર ના પરિક્ષાર્થી ઓ સ્પર્ધાત્મક પુસ્તકો વાંચી શકે નોકરી ની તૈયારી કરતા સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે ના તમામ પુસ્તકો શાખપુર ગામે મળી રહે તેવી સુંદર વ્યવસ્થા સાથે નવા પુસ્તકાલય ના પ્રારંભ પૂર્વે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ અગ્રણી ઓ અને શિક્ષક શ્રી ઓએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.