લખતર તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા ખેડૂત દ્વારા ઢુંઢીયા બાપજીને લઈને લખતર નગરમાં ફર્યા - At This Time

લખતર તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા ખેડૂત દ્વારા ઢુંઢીયા બાપજીને લઈને લખતર નગરમાં ફર્યા


લખતર તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા ખેડૂત દ્વારા ઢુંઢીયા બાપજીને લઈને લખતર નગરમાં ફર્યાજ્યારે પણ મનુષ્ય જાત ઉપર આફત આવે ત્યારે વડીલ પુરૂષ સ્ત્રી દ્વારા જુદાજુદા નુસખાઓ આપનાવવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગયાને દિવસો વીતી ગયા છે સમગ્ર લખતર પંથકમાં ખેતર વાવણી કર્યા વગરના પડ્યા છે જે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવી છે તેમનો થોડો ઘણો ઉગેલ પાક ગરમી બફારો અને ગરમીને કારણે ગરમ વાતા હોવાથી પાક મુરજાઈને બળી જવાની તૈયારીમાં છે ત્યારે વર્ષોથી વરુણદેવને રીઝવવા જુદાજુદા નુસ્ખા અપનાવવામાં આવી રહ્યા છે જેમાં મેઘ લાડુ કરવા બાર કલાક 24 કલાકની ધૂન કરવી સાથે આદિકાળથી ચાલી આવતી ઢૂંઢિયા બાપજી કાઢવાની પરંપરા મુજબ લખતર ગામના ખેડૂતો દ્વારા માટી માંથી ઢૂંઢિયા બાપજી બનાવી લખતર ગામમાં શેરીએ શેરીએ ફર્યા હતા વરુણદેવને રીઝવવાના ભાગરૂપે લખતર ગામની કિશોરીઓ મહિલાઓએ ઢૂંઢિયા બાપજી ઉપર પાણીનો અભિષેક કરી વરુણદેવને પૃથ્વી ઉપર પધારવા અને મનુષ્ય સહિત 84 લાખ જીવાત્માઓને પાણીને લઈને પડતી તકલીફ દૂર કરવા પ્રાર્થના કરવામાં આવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.