સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશ પરીક્ષા લેવાશે; વિદ્યાર્થીઓ ફેલોશિપથી વંચિત રહે તેવી શક્યતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગઇ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના વિકાસને બદલે રાજકારણ સતત કેન્દ્રમાં રહ્યુ છે. આંતરિક રાજકારણમાં વ્યસ્ત રહેતા સત્તાધીશો વિદ્યાર્થીઓના અમૂલ્ય ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યાનુ પ્રતિત થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકીય કાવાદાવાઓ અને કુલપતિ બદલાતા PhDની પ્રવેશ પરીક્ષા નિયત સમયથી બે માસ મોડું થઈ ગયું હોવા છતા યોજવામાં આવી નથી. યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજવાનું કુલપતિએ જાહેર કર્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.