પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ તરફથી જગદીશ ત્રિવેદીને પરશુરામ એવોર્ડ
પ્રખર રાષ્ટ્રપ્રેમી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી પ્રતિ વર્ષ પાંચ બ્રહ્મરત્નને પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે ર૦૨૫ નો આ એવોર્ડ સમારોહ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ, કલા, સમાજસેવા, વિજ્ઞાન અને ઉદ્યોગ એમ કુલ પાંચ ક્ષેત્રોમાં પાંચ સ્વનામધન્ય ભૂદેવોનું પરશુરામ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ સેવાનાં ક્ષેત્રમાં ડો. જગદીશ ત્રિવેદીને આ એવોર્ડ એનાયત થયો હતો ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સંત શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, ડો. લંકેશબાપુ, પૂજ્ય જયંતિરામબાપા તેમજ રાજકોટના મેયર, ધારાસભ્ય અને વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ થયો ત્યારે વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
