કલેકટર કચેરી,ગોધરા ખાતે “હર ઘર તિરંગા” યાત્રાને લઈને જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ગોધરા
*"હર ઘર તિરંગા" અભિયાન,પંચમહાલ જિલ્લો*
લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ ૮ થી ૧૪મી ઓગષ્ટ ૨૦૨૪ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ "હર ઘર તિરંગા" અભિયાન શરૂ થયું છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે, જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને ગોધરા, કલેકટર કચેરી ખાતે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આ અભિયાન અને તિરંગા યાત્રાને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જન જન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા તથા તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગ જોડાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે.
પંચમહાલ જિલ્લામાં ૧૨ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ તથા ૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈને ૨ કિલોમીટરથી વધુના અંતરે રેલી નિકાળવામાં આવશે. આ તિરંગા પદયાત્રામાં પોલીસની પ્લાટુન,ગોધરા શહેરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, મહિલા મંડળો તથા યુવા મંડળો,શાળા કોલેજના બાળકો વિવિધ ડ્રેસ કોડ સાથે જોડાશે.કલેક્ટરશ્રી આશિષ કુમારે જિલ્લાના તમામ લોકોને સ્વયંભુ આ "તિરંગા યાત્રા"માં જોડાઈને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવા અપીલ કરી છે સાથે દરેક વ્યક્તિ પોતાના ઘરે તિરંગો ફરકાવે,ધ્વજનું માન-સન્માન જળવાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારીશ્રી ગોધરા સહિત સમાજ અને સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.