વિશ્વ યોગ દિવસ પૂર્વે યોગાભ્યાસ જૂનાગઢમાં સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ -વાલીઓએ ઉત્સાહપૂર્વક કર્યો યોગ
વિશ્વ યોગ દિવસ પૂર્વે યોગાભ્યાસ
જૂનાગઢમાં સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ -વાલીઓએ ઉત્સાહપૂર્વક કર્યો યોગજૂનાગઢ તા.૨૬ વિશ્વ યોગ દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ યોગ તરફ વળે તે માટે સમર કેમ્પ અંતર્ગત જૂનાગઢમાં આર.એસ. કાલરીયા સ્કૂલના મેદાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ- વાલીઓએ યોગાભ્યાસ કર્યો હતો.આ યોગાભ્યાસમાં આર.એસ. કાલરીયા, કાર્મેલ કોન્વેન્ટ અને શ્રી હેડગેવાર સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા.
તેમાં જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી ચેતનાબેન ગજેરાએ યોગ વિશે જાણકારી આપવાની સાથે યોગા અભ્યાસ કરાવ્યો હતતા.૨૧મી જૂન વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને તા.૧૬મી જુનના રોજ વંથલી રોડ પરની કે.જી. ચૌહાણ સ્કૂલમાં યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર પણ યોજવામાં આવશે. આમ, યોગના માધ્યમથી લોકોને આરોગ્યપ્રદ જીવન મળે તે દિશામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ એક દિવસ પૂર્વે જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.આ યોગાભ્યાસમાં ૯ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉપરાંત જિલ્લા યોગ પ્રચારક શ્રી દિલીપભાઈ પરમાર અને ઉકત શાળાના શિક્ષકો પણ યોગાભ્યાસમાં જોડાયા હતાં
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.