પોટલીયા તળાવ પાસે મધરાતે ચાકુની અણીએ યુવકને લૂંટી લીધો - At This Time

પોટલીયા તળાવ પાસે મધરાતે ચાકુની અણીએ યુવકને લૂંટી લીધો


અમદાવાદ,રવિવારપોલીસની નિષ્ક્રયતાના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી બેફામ બનીને જાહેરમાં માર મારીને નિર્દોષ લોકોને લૂંટી રહી છે. સરસપુર પોટલીયા તળાવ પાસે ગઇકાલે મોડી રાતે યુવક તેના મિત્ર પાસે ઉભો હતો. આ સમયે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ આવીને યુવકને ગાળો બોલી હતી, માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી અને ચાકુ બતાવીને યુવકનો દોરો અને વીંટી મળી કુલ રૃા. ૪૮,૦૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી.તારી પાસે જે હોય તે આવી દે કહી યુવકને માર મારી ધમકી આપીને વીંટી તથા સોનાનો અછોડો લૂંટી ભાગી ગયા આ કેસની વિગત એવી છે કે રખિયાલ જનરલ હોસ્પિટલ પાસે રાજીવનગરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ભાવેશભાઇ પ્રવીણભાઇ પરમાર (ઉ.વ.૨૭)એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે અજાણી ત્રણ વ્યકિત સામે ફરિયાદ નોેંધાવી છે કે તા.૨૭ને શુક્રવારે રાતે ત્રણેય વાગે યુવકની તબિયત બગડતા તે સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં ગયો હતો.આ સમયે પોટલી ચાર રસ્તા પાસે મિત્ર મળતા બન્ને યુવકો ઉભા ઉભા વાતો કરતા હતા.જ્યાં રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ અચાનક ગાળો બોલાવાની શરુ કરી હતી, ત્રણેય શખ્સો રિક્ષામાંથી ઉતરીને યુવક  સાથે મારા મારી કરી હતી. તારી પાસે જે હોય તે આપી દે નહીતર જાનથી મારી નાંખીશુ કહીને હાથમાં પહેરેલી વિંટી તથા ગળામાંથી સોનીની ચેઇન મળી કુલ રૃપિયા ૪૮,૦૦૦ની મત્તાની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.