મહુડી નદીમાં નાહવા ગયેલા કડીના યુવકનું ડૂબી જવાથી મોત
માણસા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ પાણી બહાર કઢાયોમાણસા : માણસા તાલુકાના પ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી પાસેથી પસાર
થતી સાબરમતી નદીમાં આજે કડી ખાતેથી કેટલાક યુવાનો શ્રાવણ માસ પૂરો થતો હોવાથી
દર્શન કરવા માટે તેમજ નદીમાં સ્નાન માટે આવ્યા હતા આ યુવાનો પૈકી એક યુવક નદીમાં
ડૂબતો જોઈ તેના ચાર પાંચ મિત્રો તેને બચાવવા ઉતર્યા હતા જેમાંથી એક યુવકનું ડૂબી
જતાં મોત નીપજ્યું હતું.શ્રાવણ મહિનો પૂરો થતો હોય અમાસનું સ્નાન કરવા માટે મહેસાણા
જિલ્લાના કડી થી કેટલાક યુવકો મહુડી તીર્થધામ ખાતે દર્શન માટે તેમજ અહીંથી પસાર
થતી સાબરમતી નદીમાં નાહવા માટે આવ્યા હતા ત્યારે બપોરના સમયે આ યુવાનો નદીમાં
નાહવા ગયા તે વખતે એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને જોઈ તેના ચાર પાંચ મિત્રો
તેને બચાવવા માટે ગયા હતા પરંતુ ડૂબનાર યુવક પાણીના પ્રવાહમાં થોડીક ઊંચી જગ્યાએ
પહોંચી જતા તે બચી ગયો હતો પરંતુ તેને બચાવવા માટે પડેલા પાંચ યુવકો પૈકી
પ્રકાશભાઈ રાવળ નામનો ૨૫ વર્ષીય યુવક ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો તો આ વખતે
અન્ય ચાર મિત્રો પણ ડૂબવા લાગ્યા હતા પરંતુ બહાર કિનારે ઊભા રહેલા લોકોએ તમામ
યુવકોને બહાર ખેંચી લાવ્યા હતા પરંતુ પ્રકાશભાઈ નદીના ઊંડા પાણીમાં જતા રહેતા તેને
બચાવી શકાયા ન હતા તો આ ઘટનાની જાણ કોઈએ માણસા ફાયર બ્રિગેડને કરતા ફાયર ટિમ
તાત્કાલિક મહુડી પહોંચી ભારે જહમત બાદ પાણીમાં ડૂબેલા યુવકના મૃતદેહ ને બહાર લાવી
તેમના પરિવારજનોને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.