બાઇક સ્લીપ થતા બેભાન હાલતમાં યુવકનું સારવાર દરમિયાન મોત
અમદાવાદ,બુધવારનરોડામાં રહેતો યુવક ચાર દિવસ પહેલા બાપુનગર વિસ્તારમાંથી બાઇક લઇને પસાર થતો હતો, આ સમયે બમ્પ આવતાં યુવક રોડ ઉપર પટકાયો હતો. ચાર દિવસની સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બમ્પ આવતા યુવક પટકાયો ઃ ચાર દિવસની સારવાર બાદ પણ ભાનમાં જ ના આવ્યોઆ કેસની વિગત એવી છે કે નવા નરોડા રોડ ઉપર બાપા સિતારામ ચોક પાસે ગોપીનાથ રેસિડેન્સીમાં રહેતા સૌરભભાઇ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) તા. ૬ના રોજ મોડી રાતે બાઇક લઇને બાપુનગર વિસ્તારમાં ઇન્ડીયા કોલોની પાસેથી પસાર થતા હતા. આ સમયે માતૃશકિત સોસાયટી સામે અચાનક બમ્પ આવતાં યુવકે બાઇકનું બેલેન્સ ગુમાવી બેઠા હતો અને રોડ ઉપર પટકાયો હતો.પ્રથમ યુવકને સારવાર માટે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન પણ યુવક ભાનમાં આવ્યો ન હતો અને સોમવારે મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.