સુરતમાં ઇલેક્ટ્રીક મોપેડનો ડેમો માટે આવેલી મહિલાની છાતી પર હાથ ફેરવી બિભત્સ હરકત
- પાલનપુર ગામમાં રીતેશ નામના યુવાનને ડેમો બતાવા ગઇ હતીઃ લોનની પ્રોસેસના બહાને અટકાવી કૃત્ય કર્યુ અને મળતીયાની મદદથી ધમકી પણ આપીસુરત,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારપાલનપુર ગામના ઇલેક્ટ્રીક મોપેડનો ડેમો આપવા આવેલી મહિલા સેલ્સ એક્ઝીક્યુટીવનો શોપીંગ સેન્ટરના દાદર પર અટકાવી જાહેરમાં છાતી પર હાથ ફેરવી બિભત્સ હરકત કરવા ઉપરાંત પોતાના મળતીયાની મદદથી રસ્તામાં આંતરી ધાક ધમકી આપ્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે. શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી અને ઇલેક્ટ્રીક મોપેડની કંપનીમાં નોકરી કરતી પરિણીતા સંગીતા (ઉ.વ. 30 નામ બદલ્યું છે) ને ગત 30 જૂલાઇએ પાલનપુર ગામ નક્ષત્ર એમ્બેસી ખાતે રીતેશ નામના યુવાનને મોપેડનો ડેમો આપવા માટે ગઇ હતી. જયાં ડેમો આપ્યા બાદ રીતેશ નક્ષત્ર એમ્બેસીની બાજુમાં આવેલા શોપીંગ સેન્ટરમાં સંગીતાને પોતાની ઓફિસમાં લઇ જઇ વાતચીત કર્યા બાદ ચા પીવડાવી હતી. સંગીતા ડેમો બતાવી પરત જઇ રહી હતી ત્યારે શોપીંગ સેન્ટરની લીફ્ટની બાજુમાં દાદર પાસે રીતેશે પુનઃ સંગીતાને ઉભી રાખી વાતચીત કરવાના બહાને છાતી પર હાથ ફેરવતા ચોંકી ગયેલી સંગીતા રીતેશને ધક્કો મારી ત્યાંથી મોપેડ લઇ ચાલી ગઇ હતી. ત્યાર બાદ સંગીતા 12 ઓગસ્ટના રોજ પાલ ગૌરવ પથ રોડ પર બાગબાન સર્કલ પાસેથી મોપેડ પર પસાર થઇ રહી હતી ત્યારે મોપેડ પર માસ્કધારી બે યુવાન ઘસી આવ્યા હતા અને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી રીતેશભાઇ વિરૂધ્ધ કેમ ફરીયાદ કરી છે એમ કહી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.