જામનગર શહેરમાં રવિવારે ફરી રસ્તે રઝળતા પશુઓને કારણે એક રાહદારી મહિલા હડફેટે ચડી
- શાકમાર્કેટ વિસ્તારમાં પતિ સાથે ખરીદી માટે આવેલી પરપ્રાંતિય મહિલાને એક ગાયએ પછાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી- તંત્રના અનેક ધમ પછાડાઓ પછી પણ શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકો મારો રોષજામનગર તા.25 જુલાઈ 2022,સોમવાર જામનગર શહેરમાં ફરી એકવાર રસ્તે રઝળતા ઢોર ની ઢીંકે રાહદારી મહિલાને ગંભીર ઈજા થઈ છે. શાકભાજી ખરીદવા આવેલી મહિલાને ગાયએ પછાડી દેતાં અને ત્યાર પછી પણ ધમ પછાડા કરી ઇજાગ્રસ્ત બનાવતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને મહિલાને બચાવી લઇ તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રસ્તે રઝળતા ઢોરના પ્રશ્ને હજુ યથાવત સ્થિતિ રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગરના યોગેશ્વર ધામ ઢીંચડા રોડ ખાતે રહેતા પ્રવીણસિંગ તેમની પત્ની મનુદેવી પ્રવિણસિંગ (ઉંમર ૩૪) સાથે આજે સવારે શાકમાર્કેટ નજીક શાક બકાલુ લેવા આવેલા હોય, તે દરમિયાન ૧૦ થી૧૨ જેટલીગાયો નું ઝૂંડ ઉભું હતું, તેમાંથી એક ગાયએ મહિલા ને ઢીક મારી જમીન પર પટકી હતી,અને માથે પગ મૂકી કચડી, પેટ-કમર-અને પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી.આ સમયે સ્થાનિક લોકો દ્વારા મહિલાને બચાવવા ઘણી મહેનત કરી મહિલાને બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરના પ્રશ્ને મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું હતું, અને ઘણા સમયથી રસ્તે રઝળતા પશુઓને ઢોરના ડબ્બે પુરવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, ઉપરાંત જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુની કમિશનર વિજયકુમાર ખરાડી ખુદ રસ્તા પર ઉતર્યા હતા, અને ઢોર માલિકોને કડક સૂચના આપી હતી. વહીવટી તંત્રના અનેક ધમપછાડાઓ છતાં પણ ઢોર માલિકો સુધર્યા નથી, અને રસ્તે રઝળતા પશુઓના કારણે હજુ પણ નિર્દોષ નાગરિકો શિકાર બની રહ્યા છે. જેથી પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે. પોતાના પશુઓને જાહેરમાં રસ્તે રઝળતા મૂકી દેનાર ઢોર માલિકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.