કાલાવડ નજીક બાલંભડી પાસે આવેલા એક ગોદામમાં તસ્કરોનો હાથ ફેરો - At This Time

કાલાવડ નજીક બાલંભડી પાસે આવેલા એક ગોદામમાં તસ્કરોનો હાથ ફેરો


એલ્યુમિનિયમના કંડકટર- ડીવીઆર સહિત રૂપિયા ચાર લાખની માલમતા ઉઠાવી ગયા જામનગર, તા. તા. 17 ઓગષ્ટ 2022, બુધવારજામનગર નજીક કાલાવડ પંથકમાં બાલંભડી રોડ પર આવેલા એક ગોદામને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા ચાર લાખની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસ ટુકડી તસ્કરોને શોધી રહી છે. ચોરીના આ બનાવની વિગત એવી છે કે કાલાવડના સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રીક સહિતના કામનો કોન્ટ્રાક્ટ ધરાવતા હરેશભાઈ અરવિંદભાઈ નામના કોન્ટ્રાક્ટર વેપારીએ કાલાવડ પોલીસ મથકમાં પોતાના ગોદામમાંથી રૂપિયા ચાર લાખથી વધુની માલમતા ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તસ્કરોએ કોપરના કંડકટર એલ્યુમિનિયમ વાયર સહિતની ચાર લાખની સામગ્રી ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. પણ સાથે લઈ ગયા હતા સમગ્ર મામલે કાલાવડ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.