છત્તીસગઢનુ એક એવુ ગામ જ્યાંના દરેક લોકો દરરોજ સવારે કરે છે યોગ... - At This Time

છત્તીસગઢનુ એક એવુ ગામ જ્યાંના દરેક લોકો દરરોજ સવારે કરે છે યોગ…


રાયપુર, તા. 20 જૂન 2022 સોમવારછત્તીસગઢના કવર્ધા જિલ્લાના ગામ દલપુરુવામાં સામૂહિક રીતે નિયમિત યોગ કરવામાં આવે છે. આની શરૂઆત 2014થી થઈ છે, જે હજુ પણ યથાવત છે. સવારે પાંચ વાગે તમામ સ્કુલ પરિસરમાં હાજર થઈ જાય છે. જે બાદ તેઓ એક કલાકનો સમય આપે છે. ત્યારબાદ તેઓ પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે. દરરોજ યોગ કરનાર અને પતંજલિ યોગ સમિતિ સાથે જોડાયેલા હરેન્દ્રએ જણાવ્યુ કે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવી છે. ગામના દરેક વર્ગના લોકો નિયમિત રીતે યોગ કરી રહ્યા છે. જેમને આનો લાભ પણ મળી રહ્યો છે. કેટલાય લોકો જટિલ સમસ્યાઓથી ગ્રસ્ત હતા, તેમને યોગ કરવાથી રાહત મળી છે. જેમને જોઈને ગામના બીજા લોકો તથા અન્ય ગામના લોકોએ પણ યોગ કરવાનુ શરૂ કરી દીધુ છે. હરેન્દ્ર જણાવે છે કે યોગ કરવાથી તન મન સ્વસ્થ રહે છે. ગ્રામ દલપુરુવાના લોકો બીજા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. જેમને જોઈને અન્ય ગામના લોકો પણ અનુકરણ કરી રહ્યા છે. જેમાં સૌથી ખાસ વાત એ પણ છે કે લોકો યોગ કર્યા બાદ નિયમિત રીતે યોગ સ્થળે યજ્ઞ હવન પણ કરે છે. જેનાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે. સાથે જ મનની શાંતિ મળે છે. તેથી લોકો દ્વારા યોગ બાદ હવન કરવાનુ પણ ખાસ છે.યોગના નામે ગામની અલગ ઓળખગ્રામીણ હજારી પ્રસાદ કહે છે કે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર થયા બાદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે પરંતુ અસલી પ્રસિદ્ધિ તો આવા ગામમાં યોગ પ્રત્યે ઝૂનુન જોઈને મળે છે. જ્યાંના રહેવાસી લોકો નિસ્વાર્થ ભાવે નિયમિત રીતે યોગ કરી રહ્યા છે. લોકોને યોગના ફાયદા અને અનુભવ પણ શેર કરી રહ્યા છે. તમે જ્યાં પણ રહો સવારે અડધો કે એક કલાકનો સમય પોતાના માટે, પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર કાઢો. દલપુરુવાના લોકો પાસેથી અન્યોએ પ્રેરણા લેવાની અને અનુસરવાની જરૂર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.