PM આવાસમાં આવ્યું નાનકડું મહેમાન:વાછરડાને ખોળામાં બેસાડ્યું, વહાલ કર્યું, માળા પહેરાવી; મોદીએ નામ પાડ્યું 'દીપજ્યોતિ', જુઓ VIDEO - At This Time

PM આવાસમાં આવ્યું નાનકડું મહેમાન:વાછરડાને ખોળામાં બેસાડ્યું, વહાલ કર્યું, માળા પહેરાવી; મોદીએ નામ પાડ્યું ‘દીપજ્યોતિ’, જુઓ VIDEO


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને થોડી જ વારમાં આ વીડિયો વાઇરલ થઈ ગયો. વીડિયોમાં વડાપ્રધાન તેમના નિવાસસ્થાન પર વાછરડા (નવ વત્સા) સાથે જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ શનિવારે (14 સપ્ટેમ્બર)ના રોજ આ માહિતી આપી હતી. X પર તેમણે લખ્યું- 'આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે - 'ગાવ: સર્વસુખ પ્રદા'. લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન છે. વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રિય ગૌમાતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું પ્રતીક છે. મેં તેનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના આવાસ પર પુંગનુર પ્રજાતિની ગાયો છે, જે આંધ્રપ્રદેશની છે. તેમની ઊંચાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ છે. જ્યારે પુંગનુર પ્રજાતિનું વાછરડું જન્મે છે ત્યારે તેની ઊંચાઈ માત્ર 16 ઈંચથી 22 ઈંચ હોય છે. આ ગાય અત્યંત પૌષ્ટિક દૂધ આપે છે. દીપજ્યોતિ સાથે PM મોદીના VIDEOની મોમેન્ટ્સ... આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે પીએમ મોદીએ ગાયોને ચારો ખવડાવ્યો હતો. આ ગાયો તેમની પ્રજાતિ અને ઊંચાઈના કારણે ચર્ચામાં છે. જેવી તેમની તસવીરો સામે આવી, સોશિયલ મીડિયા પર પણ તેમની ખૂબ ચર્ચા થઈ હતી. આ ગાય વધુ ચારો ખાતી નથી. તેમને દરરોજ માત્ર 5 કિલો ઘાસચારો ખવડાવવો પડે છે. ગાયની આ તમામ વિશેષતાઓમાં ચિંતાજનક બાબત એ છે કે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. એને જોતાં આંધ્રપ્રદેશમાં એના સંરક્ષણ માટે કામ ચાલી રહ્યું છે, જેના પરિણામો તદ્દન સકારાત્મક હોવાનું કહેવાય છે. ભાસ્કર એક્સપ્લેનરમાં આ પુંગનૂર ગાયોની કહાની જાણો.... આ આંધ્રપ્રદેશની પુંગનૂર ગાયો છે. લુપ્ત પ્રજાતિની શ્રેણીમાં આવતી આ ગાયોની કિંમત 3થી 20 લાખ રૂપિયાની વચ્ચે છે. એના દૂધમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આ ગાયોનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. લગભગ લુપ્ત થઈ ગયેલી આ ગાયોને 2019માં નવું જીવન મળ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.