જયપુર: લવ જેહાદની ચોંકાવનારી ઘટના, લગ્ન કરવા પર મળે છે આટલા રૂપિયા - At This Time

જયપુર: લવ જેહાદની ચોંકાવનારી ઘટના, લગ્ન કરવા પર મળે છે આટલા રૂપિયા


જયપુર, તા. 16 જુલાઈ 2022 શનિવારરાજસ્થાનના જયપુરમાં લવ જેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે અનુસાર હિન્દુ યુવતી સાથે નિકાહ કરવા પર 25 લાખ રૂપિયા મળતા હોવાની જાણ થઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યુ કે ચાકસૂ વિસ્તારમાં તેમની સગીર પુત્રી શાળાએ અભ્યાસ કરવા જતી હતી ત્યારે સલમાન નામના વ્યક્તિના બંને પુત્રો અસલીન અને કાલુ ખાન સગીરાને હેરાન કરતા હતા. આરોપીઓએ એક વર્ષ પહેલા તેમની પુત્રીનુ અપહરણ કરી લીધુ હતુ. જેની ચાકસૂ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે સગીરાને શોધી કાઢી હતી.બાદમાં આરોપીઓએ માનસરોવર વિસ્તારમાંથી સગીરાનુ ફરીથી અપહરણ કરી લીધુ. જોકે પોલીસે સગીરાને શોધી કાઢી અને ત્યારથી તે નારી સંરક્ષણ ગૃહમાં રહે છે. 7 જુલાઈએ સલમાન, કાલુ ખાન અને અસલીને સગીરાના પિતાને ધમકી આપી કે 15 જુલાઈએ તારી પુત્રી પુખ્ત થઈ જશે અને તેને અમે ઉઠાવીને લઈ જઈશુ.  નિકાહ કર્યા બાદ આપી દેશે તલાક ફરિયાદમાં જણાવાયુ છે કે આરોપી સલમાને ધમકી આપી કે હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પર તેમનો સમાજ 25 લાખ રૂપિયા આપે છે. લગ્ન બાદ તારી પુત્રીને તલાક આપી દઈશ અથવા તેની હત્યા કરી દઈશ. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. માતાએ અગાઉ પણ બે વખત યુવતીનુ અપહરણ થયુ હોવાની જાણકારી આપી હતી. ધમકીના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.