ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ,વીસ કરોડના ખર્ચે બનેલ સ્પોર્ટસ કોમ્પલેકસ વગર ટેન્ડરે પધરાવવાનો કારસો - At This Time

ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ,વીસ કરોડના ખર્ચે બનેલ સ્પોર્ટસ કોમ્પલેકસ વગર ટેન્ડરે પધરાવવાનો કારસો


અમદાવાદ,મંગળવાર,19
જુલાઈ,2022અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીસ કરોડના ખર્ચથી
બનાવવામાં આવેલ સ્પોર્ટસ કોમ્પલેકસને વગર ટેન્ડરે સિટી ટેનિસ ફાઉન્ડેશનને પધરાવી
દેવાનો મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો
છે.સાથે જ કરોડોના ખર્ચથી તૈયાર કરાયેલ સ્પોર્ટસ કોમ્પલેકસના સંચાલન માટે ટેન્ડર
પ્રક્રીયા કરવા માંગણી કરી છે.મંગળવારે ૮૦ કરોડથી વધુના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ
આઈકોનિક ફુટ ઓવરબ્રિજનું વિપક્ષ કોંગ્રેસે ઢોલ-નગારા સાથે લોકાર્પણ કરી નાંખતા તંત્ર
ઉંઘતુ ઝડપાઈ ગયુ હતું.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વીસ કરોડથી
વધુના ખર્ચથી તૈયાર કરાયેલ સ્પોર્ટસ કોમ્પલેકસનું લોકાર્પણ હજુ સુધી કરવામાં આવ્યુ
નથી.સ્પોર્ટસ કોમ્પલેકસને શરુ કરવા અંગે ચોતરફથી દબાણ વધતા સત્તાધારી પક્ષ તરફથી અલગ
અલગ કારણ આપવામાં આવી રહ્યા છે.દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આપેલી પ્રતિક્રીયા
મુજબ, આ સ્પોર્ટસ
કોમ્પલેકસ કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રીયા કર્યા વગર સિટી ટેનિસ ફાઉન્ડેશનને ત્રણ વર્ષ
માટે  નજીવી ડીપોઝીટ સાથે આપવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે.સંચાલન માટે ૭૫ ટકા રકમ સિટી ટેનિસ ફાઉન્ડેશનને જયારે ૨૫ ટકા રકમ સાબરમતી
રિવરફ્રન્ટને એટલે કે મ્યુનિ.તંત્રને મળશે.જમીન મ્યુનિ.માલિકીની,ખર્ચ મ્યુનિસિપલ તંત્રે
કર્યો આમ છતાં સાવ નજીવી કીંમતથી વગર ટેન્ડરે સ્પોર્ટસ કોમ્પલેકસ મળતીયાઓને પધરાવી
દેવાનો વિપક્ષ વિરોધ કરે છે.મંગળવારે સવારે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર  એલિસબ્રિજ થી સરદારબ્રિજ વચ્ચેના ભાગમાં ૮૦
કરોડથી વધુના ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલા આઈકોનિક ફુટ ઓવરબ્રિજનું ત્રણ મહિનાથી
લોકાર્પણ કરવામાં આવતુ ના હોવાથી વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ ઉપરાંત કોર્પોરેટરો
ઈકબાલ શેખ,હાજી
અસરાર બેગ સહિતના  અન્ય કોર્પોરેટરો ઢોલ
અને નગારા સાથે ફુટ ઓવરબ્રિજ ખાતે પહોંચી ગયા હતા.જયાં પૂર્વ તરફના ભાગમાં ફુટ
ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.ફુટ ઓવરબ્રિજની વિશેષતા શું છે?

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તૈયાર કરવામાં આવેલ આઈકોનિક
ફુટ ઓવરબ્રિજ બનાવવામાં ૨૧૦૦ મેટ્રીકટન સ્ટીલ અને લોખંડના પાઈપનું સ્ટ્રકચર
બનાવવામાં આવ્યુ છે.બ્રિજની લંબાઈ ૩૦૦ મીટર છે.બ્રિજ ઉપર બેસવાની જગ્યા ઉપરાંત
આર.સી.સી.ફલોરીંગ કરવામાં આવ્યુ છે.સ્ટેનલેસ સ્ટીલની છત બનાવવામાં આવી છે.બ્રિજ
ઉપર લોન,ગ્રાસ
અને ચંપા સહિતનું પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે.કલર બદલાય એ પ્રકારેની એલ.ઈ.ડી.લાઈટ
લગાવવામાં આવી છે.બ્રિજના છેડાના ભાગમાં પતંગ આકારનું સ્કલપચર મુકવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.