જામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં એક આધેડ દંપત્તિ અને તેની પુત્રી પર પાડોશીઓનો હુમલો
- પુત્રીને પરેશાન કરી રહેલા આરોપી શખ્સને ટપારવા જતાં ત્રણ શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદજામનગર,તા 1 ઓગષ્ટ 2022,સોમવારજામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે યુવતી ની પજવણી કરવાના મામલે ઝઘડો થયા પછી એક દંપત્તિ અને તેની પુત્રી પર હીચકારો હુમલો કરી લોહીલુહાણ કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પાડોશમાં રહેતો એક શખ્સ દંપતીની પુત્રીને પરેશાન કરતો હોવાથી તેને ઠપકો આપવા જતાં બે મહિલા સહિતના ત્રણ શખ્સો ઉશ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. ઇજાગ્રસ્ત પિતા-પુત્રી લોહી લુહાણ બન્યા હોવાથી તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતી શહેનાઝ બેન નાસીરભાઈ પઠાણ નામની ૪૨ વર્ષની મહિલાએ પોતાના પતિ નાસીરભાઈ પઠાણ તેમજ પુત્રી સફીના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતા આદિલ અસગરભાઈ પટણી ઉપરાંત રેશ્માબેન પટણી અને નિલોફર અસગર ભાઈ પટણી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નજમાબેનની પુત્રી સફીનાને આરોપી આદિલ હેરાન પરેશાન કરતો હતો, જેને પજવણી નહીં કરવા માટે પિતાના નાશીરખાન પઠાણ સમજાવવા માટે ગયા હતા, દરમિયાન આરોપી ઉસકેરાયોહતો, અને નાસીરભાઈ પર હુમલો કર્યો હતો. ઉપરાંત તેને છોડાવવા માટે ગયેલી પુત્રી સફીનાબેન અને પત્ની શહેનાજ બેન પર પણ હુમલો કરી દીધો હતો. પિતા પુત્રીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે પોલીસે શહેનાઝ બેનની ફરિયાદ ના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.