શહેરમાં રખડતાં ઢોર મુદ્દે સઘન કાર્યવાહી કરવા સંદર્ભે બેઠક
વડોદરા,રાજ્યભરમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડેહાથ લઇને ઢોર બાબતે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા અને નક્કર નીતિ ઘડવા સૂચના અપાઇ છે. હાઇકોર્ટના આકરા વલણ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આ મુદ્દે અસરકારક કામગીરી કઇ રીતે થઇ શકે તે માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષના વડપણ હેઠળ મલેલી બેઠક દરમિયાન રખડતા ઢોરો અંગેના કાયદાની સમીક્ષા, ઢોરોની રાખવાની ક્ષમતા વધારવી, ટેગિંગના પ્રશ્ને સહકાર નમળતા તે પ્રશ્ન જરૃરી પગલાં લેવા સહિતના મુદ્દા ચર્ચામાં આવરી લેવામાં આવ્યા હતા.વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન રખડતા ઢોરો અંગે થયેલી કામગીરી બાબતે પણ માહિતી મેળવીને હવે વધુ ઘનિષ્ઠ કામગીરી કરવા ચર્ચા થઇ હતી. જોકે હજુ પણ લોકોમાં તેમજ પશુપાલકોમાં રખડતા ઢોર અંગેનાં વિવિધ મુદ્દે દ્વિધા જોવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.