'છોટી કાશી' મા શીતળા સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાના દર્શન માટે ભાવિકોની લાંબી કતાર - At This Time

‘છોટી કાશી’ મા શીતળા સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાના દર્શન માટે ભાવિકોની લાંબી કતાર


જામનગર, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં શ્રાવણ માસના સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાના દર્શનાર્થે વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા, અને નાગેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી કતાર લગાવીને દર્શનનો લાભ લીધો હતો. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં જામ ધર્મના ટ્રસ્ટ સંચાલિત શીતળા માતાનું મંદિર આવેલું છે, જે મંદિરે પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ વહેલી સવારે મહા આરતી સાથે દર્શન ખુલ્યા હતા, અને ભાવિકોએ પણ વહેલી સવારથી જ કતાર લગાવી હતી, અને એક થી દોઢ કિલોમીટર લાંબી ભાઈઓ તથા બહેનો માટેની કતાર થયેલી જોવા મળી હતી. શીતળા સાતમના પર્વને અનુલક્ષીને જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને માતાજીના દર્શન અને પૂજન અર્ચન કરીને ધર્મ લાભ લીધો હતો. પોલીસ દ્વારા પણ વહેલી સવારથી સજજડ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.