લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર-દેખભાળ માટે માધાપરમાં હોસ્પિટલ શરૃ કરાશે
ભુજ, સોમવારકચ્છમાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગ વાયરસના નિયંત્રણ માટે રાજય સરકાર સક્રીયતાથી અસરકારક કામગીરી કરી રહી છે. ત્યારે આ કાર્યમાં સરકારના સહયોગાથી સામાજિક સંસૃથાઓ, વિવિાધ જ્ઞાતિ મંડળો, સ્વયંસેવકો વગેરે જોડાઇને રોગગ્રસ્ત ગાયો અને નંદીઓની સેવા - સુશ્રૃષા કરી રહ્યા છે. માધાપર ખાતે ગાય સંવર્ગના પશુઓની સારવાર અને દેખભાળ માટે દાતાઓ, પંચાયત અને ભુજ પાલિકાની સાધનીક મદદ અને સરકારના મેડીકલ સહયોગાથી બે દિવસ પૂર્વે અલાયદી આઇસોલેશન હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જયાં રખડતા લમ્પીગ્રસ્ત પશુઓને લાવીને સ્વયંસેવકો દ્વારા સુશ્ષા શરૃ કરવામાં આવી રહી છે.આ આઇસોલેશન હોસ્પિટલ અંગે સ્વયંસેવક નારણભાઇ ભુડીયા જણાવે છે કે, લેવા પટેલ માધાપર જ્ઞાતિ મંડળના એનઆરઆઇ અને સૃથાનિક દાતાઓના સહયોગાથી કચ્છ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ પ્રેરિત અને લેવા પટેલ યુવક સંઘ સંચાલિત સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. અગાઉ ભુજ ખાતે સામાજિક સંસૃથાઓ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટર પર માધાપર અને આસપાસના ગામની ગાયો અને નંદીને મોકલવામાં આવતા હતા. પરંતુ જગ્યાની જરૃરિયાત વાધતા હવે માધાપરમાં જ અલાયદી હોસ્પિટલ ઉભી કરાઇ છે. જયાં રાત-દિવસ ૬૦ સ્વયંસેવકો દ્વારા ખડેપગે ગાયોની સુશ્ષા કરવામાં આવી રહી છે. આઇસોલેશન હોસ્પિટલની જમીન વિશાળ હોવાથી જે ગાયો ગંભીર નાથી તેઓને સારવાર અને ખોરાક આપ્યા બાદ અહીંના ખુલ્લા ચોગાનમાં જ ચરવા પણ મુકવામાં આવે છે, જેાથી તે મુકતપણે ફરી શકે. જયારે જે ગાય કે નંદી ચાલી નાથી શકતા તેઓને સરકાર દ્વારા મુકવામાં આવેલા ચાર ડોકટરની ટીમ દ્વારા મોનીટરીંગ કરીને નિયમિત દવા અને સારવાર કરાય છે. ઉપરાંત ગાયોને માખી- મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે મોટા કુલર પણ મુકવામાં આવ્યા છે. આ કાર્યમાં નવાવાસ પંચાયત અને ભુજ નગર પાલિકા દ્વારા પશુઓને સેન્ટર સુાધી લઇ આવવા માટે વાહનોનો સહયોગ આપવામાં આવ્યો છે.સ્વયંસેવક મુકેશભાઇ વરસાણીના જણાવ્યા અનુસાર, એલોપેાથી સારવાર સાથે આયુર્વેદિક ઉકાળા આપવામાં આવે છે. આ ઉકાળો અહીંના પશુઓની સાથે સાથે ગામમાં ફરતા સ્વસૃથ પશુઓને પણ પીવડાવવામાં આવે છે. તેઓની રોગપ્રતિકારક શક્તિ વાધે તે માટે આ ઉકાળો પીવડાવવામાં આવે છે. અમને જયાંથી કોલ આવે ત્યાંથી તેમજ રાત્રે ગામમાંથી બીમાર ગાયોને રેસ્કયુ કરીને લાવવામાં આવે છે. જયાં સુાધી તેઓ સ્વસૃથ ન થાય ત્યાં સુાધી અહીં સારવાર આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.