કેન્સર સામે જંગની મોટી તૈયારી જરૂરી:કેન્સર પાછળ વર્ષે 7 લાખ ખર્ચ હોવાથી 7 લાખ લોકો ગરીબ થઈ રહ્યા છે - At This Time

કેન્સર સામે જંગની મોટી તૈયારી જરૂરી:કેન્સર પાછળ વર્ષે 7 લાખ ખર્ચ હોવાથી 7 લાખ લોકો ગરીબ થઈ રહ્યા છે


એમ. રિયાઝ હાશમી/વિનય સુલતાન | નવી દિલ્હી
દિલ્હીમાં રહેતા 12 વર્ષીય અમિતને 2023માં બ્લડ કેન્સર થયું હતું. પિતા સરકારી કર્મચારી છે. તેમનો હૅલ્થ ઇન્શ્યોરન્સ પણ છે પરંતુ વીમા કવરેજ મર્યાદિત હોવાને કારણે 60% ખર્ચ જાતે ઉપાડવો પડ્યો. આ પીડા માત્ર આ પરિવારની નથી. આઇસીએમઆરના અભ્યાસ પ્રમાણે દેશમાં કેન્સરના દર્દી દીઠ રૂ. 3.5 લાખથી રૂ. 6.66 લાખનો વાર્ષિક ખર્ચ થાય છે. દરેક પ્રકારના કેન્સરનો ખર્ચ જુદો જુદો હોય છે, તેમાં આ દર્દીદીઠ સરેરાશ ખર્ચ છે. દર ઓપીડી વિઝિટનો ખર્ચ સરેરાશ રૂ. 8,053 છે જ્યારે એક વાર હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ સરેરાશ રૂ. 40 હજાર સુધીનો છે. તેમાંથી 36% ખર્ચ તપાસમાં અને 45% ખર્ચ દવા પાછળ થાય છે. પીજીઆઇએમઆર ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિટી મેડિસિન વતીથી 10 હજારથી વધુ દર્દીઓ પર કરાયેલા અભ્યાસમાં આ આંકડા જાણવા મળ્યા છે. ભારતમાં દર વર્ષે કેન્સરની સારવારને કારણે 7.3 લાખ લોકો ગરીબ થઈ જાય છે. લગભગ 40-45% લોકોએ સારવાર માટે દેવું કરવું પડે છે. જેટલું વધુ મોડું, એટલો ખર્ચ વધુ; એડ્વાન્સ સ્ટેજની સારવાર શરૂઆત કરતાં 42% મોંઘી છે મોંઘી દવા; માસિક 30 હજારથી 50 લાખ સુધીનો ખર્ચ, જથ્થાબંધ કરતાં છૂટકના 10 ગણા ભાવ સરકારી મદદ; સૌથી મોટી વીમા યોજનામાં માત્ર 12% દર્દીઓ સમાવાયા, તપાસનું કવર નહીં નિષ્ણાતે કહ્યું, આ છે સમાધાન
સરકારે સ્વાસ્થ્ય સેવાઓ, ખાસ કરીને, કેન્સરની સંભાળ માટે માળખાકીય સુવિધા અને સંસાધનોમાં રોકાણ વધારવું જોઈએ. કેન્સરની દવાઓ અને સારવારની કિંમતો નિયંત્રિત કરવા માટે નીતિઓ ઘડવી જોઈએ, જેથી એ સૌ માટે સુગમ થઈ શકે. સૌ નાગરિકો માટે કેન્સરની સારવાર પણ સમાવિષ્ટ થાય તેવી વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજનાઓ લાગુ કરવી જોઈએ. કેન્સરના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે અલાયદી સરળ નાણાકીય સહાય યોજનાઓ શરૂ કરવી જોઈએ. કેન્સરનાં જોખમો, રોકવાના પ્રયાસો અને સમયાંતરે સારવારના મહત્ત્વ અંગે જાગરુકતા વધારવા માટે અભિયાન ચલાવવાં જોઈએ.’ > ડૉ. વિરામ ઉપાધ્યાય, કેન્સર રિસર્ચર અને એનાલિસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.