2 સેન્ટિમીટરનું અંતર... માંડ-માંડ બચ્યા ટ્રમ્પ:લોહીલુહાણ ગાલ છતાં મુઠ્ઠી વાળી, હાથ ઊંચો કર્યો ને જુસ્સા સાથે ઊભા થયા; ટ્રમ્પે જણાવી હુમલાની કહાની - At This Time

2 સેન્ટિમીટરનું અંતર… માંડ-માંડ બચ્યા ટ્રમ્પ:લોહીલુહાણ ગાલ છતાં મુઠ્ઠી વાળી, હાથ ઊંચો કર્યો ને જુસ્સા સાથે ઊભા થયા; ટ્રમ્પે જણાવી હુમલાની કહાની


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં જીવલેણ હુમલો થયો છે. ટ્રમ્પ પેન્સિલ્વેનિયામાં રેલી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કરી દીધું. ટ્રમ્પ બચી ગયા અને ગોળી તેમના જમણા કાનને વીંધીને નીકળી ગઈ હતી. જો ગોળી 2 સેન્ટિમીટર પણ અંદરની તરફ આવી હોત તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત. જેવી જ પહેલી ગોળી વાગે છે, ટ્રમ્પે કહ્યું- 'ઓહ' અને કાન પકડી લીધા. ત્યાર પછી ઘણી ગોળીઓ ફાયર થયાનો અવાજ સંભળાય છે અને ત્યાર પછી નીચે ઝૂકી જાય છે. એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રમ્પ મુઠ્ઠી વાળીને જુસ્સા સાથે ઊભા થાય છે. સિક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ મૂવ-મૂવની બૂમો પાડે છે અને ટ્રમ્પને ઘેરી લે છે અને ત્યાંથી લઈ જાય છે. ઘટના પછી ટ્રમ્પે હુમલાની કહાની જણાવતા કહ્યું કે, 'એવું લાગ્યું જાણે કે ગોળી કાનની આરપાર નીકળી ગઈ હોય'. ગાલ લોહીથી રંગાયો
આ દરમિયાન ત્યાં હાજર ભીડમાં બૂમાબૂમી થવા લાગે છે અને ત્યાં હાજર ઘણા લોકો પોતપોતાની જગ્યાએ સૂઈ જાય છે. સિક્રેટ સર્વિસ કમાન્ડો એક્શનમાં આવે છે અને ટ્રમ્પને ઘેરી લે છે. આ પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી બહાર આવ્યા તો તેઓ હવામાં મુઠ્ઠીવાળે છે અને કંઈક કહેતા જોવા મળ્યા. આ દરમિયાન ટ્રમ્પના ચહેરા પર અને કાનની નીચે લોહી જોવા મળ્યું હતું. તરત જ ગુપ્ત એજન્ટો ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા. ટ્રમ્પનું નિવેદન
આ ઘટના બાદ ટ્રમ્પે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું જેમણે બટલર, પેન્સિલ્વેનિયામાં થયેલા ગોળીબારમાં તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હું રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે અને ઘાયલ થયેલા અન્ય વ્યક્તિના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માગું છું. આપણા દેશમાં આવું કૃત્ય થાય તે માનવામાં ન આવે. હાલમાં માર્યા ગયેલા હુમલાખોર વિશે કંઈ જાણવા મળ્યું નથી. મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. મને તરત જ સમજાયું કે કંઈક ગડબડ છે કારણ કે મેં જોરથી બંદૂકની ગોળીનો અવાજ સાંભળ્યો અને તરત જ સમજાયું કે ગોળી કાનને વીંધી ગઈ છે. ઘણું લોહી વહી રહ્યું હતું. ભગવાન અમેરિકાની રક્ષા કરે!' પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
બીવર કાઉન્ટી રિપબ્લિકન પાર્ટીના વાઇસ ચેરમેન રિકો એલ્મોર ખાસ મહેમાનો માટેના સેક્શનમાં ટ્રમ્પની સામે બેઠા હતા ત્યારે તેમને ફટાકડા જેવો અવાજ સંભળાયો. એલ્મોરે કહ્યું, 'દરેક લોકો આશ્ચર્યચકિત હતા અને એવું લાગતું ન હતું કે આ અસલી ગોળીઓ છે. મેં બૂમ પાડી, નીચે ઊતરો!' એલ્મોરે કહ્યું કે આ પછી, સિક્રેટ સર્વિસ એજન્ટોએ ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતાર્યા અને તેમણે સાંભળ્યું કે ભીડમાં કોઈ ડૉક્ટરને બોલાવી રહ્યું છે. એલ્મોરને સેનામાં રહેવા દરમિયાન પ્રાથમિક સારવાર અને CPRનું જ્ઞાન હતું અને તેઓ જાણતા હતા કે ડૉક્ટર તરત જ મદદ માટે પહોંચી શકશે નહીં. તેમણે પોતાની ટાઈ ઉતારી અને બેરિકેડ ઓળંગીને ત્યાં પહોંચ્યા જ્યાં વ્યક્તિ બૂમો પાડી રહ્યો હતો. એલ્મોરે જોયું હતું કે તેના માથામાં ગોળી વાગી હતી. તેણે પીડિતનું માથું પકડ્યું પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. તે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યો ન હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.