વિચિત્ર સ્થિતિ:વિદ્યાર્થીઓની અછતને લીધે ફિનલેન્ડની શાળાએ વિદેશથી બાળકોને બોલાવ્યાં
વિશેષ કરાર હેઠળ માત્ર ભાસ્કરમાં
પૂર્વ ફિનલેન્ડમાં રોટાવારા શહેરમાં મેરિએન કોરકલીનેન હાઈસ્કૂલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં દર વર્ષે ઓછામાં ઓછા 20 નવા સ્ટૂડન્ટ માટે ક્વોટા છે પરંતુ સ્થાનિક નગરપાલિકા માત્ર 12 બાળકોને એડમિશનની મંજૂરી આપે છે. વાસ્તવમાં સમગ્ર યુરોપમાં સ્કૂલ જવાલાયક વયનાં બાળકોની સંખ્યા ઘટી રહી છે. તેની અસર ફિનલેન્ડમાં પણ જોવા મળી રહી છે. જોકે સ્કૂલ પ્રિન્સિપાલ કોરકલીનેએ આ સમસ્યાનો ઉકેલ શોધી દીધો છે. શાળાની ખાલી સીટો ભરવા માટે તેઓ પાડોશી દેશોમાંથી કિશોરોને લાવી રહ્યા છે. મ્યાનમાર, વિયેતનામ અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી કિશોરોને એડમિશન આપી રહ્યા છે. વિદેશોથી આવતાં કિશોરો તમામ ખર્ચ પણ ફિનલેન્ડ સરકાર જ ઉઠાવશે. આ કામમાં ફિનલેન્ડનું સ્ટાર્ટઅપ ફાઈનેસ્ટ ફ્યૂચર પણ મદદ કરશે. બીજી તરફ સ્ટાર્ટઅપ એશિયાઈ, આફ્રિકી અને લેટિન અમેરિકી દેશોનાં બાળકોને ફિનલેન્ડમાં અભ્યાસ માટે લાવવામાં આવશે. ભવિષ્યમાં કર્મચારીઓની અછત નહીં સર્જાય
ફિનલેન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓને જાળવી રાખવા માટે શાળાઓ મફત ડ્રાઇવિંગ પાઠ અને રોકડ શિષ્યવૃત્તિ ઓફર કરે છે. સ્ટાર્ટઅપ ફાઈનેસ્ટ ફ્યૂચરના પીટર વેસ્ટરબેકા માને છે કે જે વિદેશી કિશોરાવસ્થામાં ફિનલેન્ડ આવી શિક્ષણ લે અને ફિનિશ ભાષા શીખે છે તેઓ અન્ય વિદેશી પુખ્ત વયના લોકો કરતાં વધુ રહેવાની અને સફળ થવાની શક્યતા વધારે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.