T20 વર્લ્ડ કપ જીત્યા બાદ MPમાં દિવાળી જેવી ઉજવણી:લોકો તિરંગો લઈને રસ્તા પર ઉતર્યા અને ઢોલના તાલે ઝુમ્યા; ફટાકડા ફોડી આતસબાજી - At This Time

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ MPમાં દિવાળી જેવી ઉજવણી:લોકો તિરંગો લઈને રસ્તા પર ઉતર્યા અને ઢોલના તાલે ઝુમ્યા; ફટાકડા ફોડી આતસબાજી


ટીમ ઈન્ડિયાએ T-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. શનિવારે રાત્રે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને વિરોધી ટીમને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. આ સાથે ભારતીય ટીમે ICC ટ્રોફીના 11 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો. ભારતે છેલ્લે 2013માં ICC ટૂર્નામેન્ટ જીતી હતી. ટીમ ઈન્ડિયાની જીત પર રાજ્યભરમાં ભોપાલથી લઈને ઈન્દોર, ગ્વાલિયરથી લઈને જબલપુર સુધી ઉજવણીનો માહોલ જામ્યો હતો. મોડી રાત્રે ભારતીય ટીમના ચાહકો હાથમાં તિરંગો લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત-ભારતના નારા ગુંજી ઉઠ્યા હતા. પુષ્કળ ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. લોકો ઢોલના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. જીત પર એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ ડો.મોહન યાદવે પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તસવીરોમાં જુઓ જીતની ઉજવણી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.