મોટા વરાછાના અંબિકા પીનેકલમાં મિટીંગ દરમિયાન બનેલી ઘટના: ગેલેરીમાં વોમીટના મુદ્દે મિટીંગમાં બાંધકામ કોન્ટ્રાક્ટરને પડોશીઓએ માર મારી લૂંટી લીધો - At This Time

મોટા વરાછાના અંબિકા પીનેકલમાં મિટીંગ દરમિયાન બનેલી ઘટના: ગેલેરીમાં વોમીટના મુદ્દે મિટીંગમાં બાંધકામ કોન્ટ્રાક્ટરને પડોશીઓએ માર મારી લૂંટી લીધો


- રૂ. 2.44 લાખની ચેઇન લૂંટયાની ફરીયાદઃ પાળેલા કૂતરાનું મળમૂત્ર સાફ કરો છો ત્યારે પણ મારી ગેલેરીમાં પડે છે કહેત ાગાળો આપી સુરતમોટા વરાછાના અંબિકા પીનેકલમાં ગેલેરીમાં વોમીટના ડાધા મુદ્દે રાખવામાં આવેલી મિટીંગમાં બાંધકામ કોન્ટ્રાક્ટરને તેના પડોશી અને બે પુત્ર સહિત ચાર જણાએ માર મારી સોનાની ચેઇન લૂંટી લીધાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.મોટા વરાછાના લજામણી ચોકના અંબિકા પીનેકલમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર ભરત પોપટ જસાણી (ઉ.વ. 44 મૂળ રહે. મોટા સુરકા, તા. સિહોર, જિ. ભાવનગર) ના ઘરની ગેલેરીમાં ગત સવારે વોમીટના ડાધા હોવાથી વિડીયો ઉતારી સોસાયટીના વ્હોટ્સએપ ગૃપમાં મુકયો હતો. આ મુદ્દે રાતે 9 વાગ્યે બિલ્ડીંગના પાર્કીંગમાં મિટીંગ રાખી હતી. જેમાં પડોશી સુભાષ પરમારે તેમના મહેમાને ઉલ્ટી કરી છે એવું કહ્યું હતું. જેથી ભરતે અગાઉથી કીધું હોતે તો મિટીંગ નહીં રાખતે એમ કહેતા પોતે વ્હોટ્સએપ ગૃપમાં નથી એમ કહી સુભાષે તેનો પુત્ર શિવમ ગૃપમાં છે એમ કહી ફોન કરીને તેને બોલાવ્યો હતો. શિવમ અને તેનો ભાઇ જવલ તથા મિત્ર કૂતરો લઇને આવ્યા હતા. ભરતે કૂતરાનું મળમૂત્ર સાફ કરો છે ત્યારે પણ અમારી ગેલેરીમાં બધુ પડે છે એમ કહેતા શિવમ અને તેના ભાઇએ ભરતને ગાળો આપી મારવા દોડયા હતા. પરંતુ બિલ્ડીંગના રહીશોએ મામલો થાળે પાડતા ભરત ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે થોડા સમયમાં ભરત પરત પાર્કીંગમાં આવતા શિવમ, જવલ અને તેના મિત્રએ માર મારી સોનાની 43.990 ગ્રામની કિંમત રૂ. 2.44 લાખની લૂંટી લઇ મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા હતા. ભરતે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી અને સુભાષ અને તેના પુત્ર વિરૂધ્ધ માર મારી લૂંટ કરવાનો ગુનો નોંધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.