જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરે લમ્પિગ્રસ્ત ગાયનો વેશ ધારણ કર્યો - At This Time

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરે લમ્પિગ્રસ્ત ગાયનો વેશ ધારણ કર્યો


 જામનગર તા.10 ઓગષ્ટ 2022,બુધવાર જામનગર મહાનગરપાલિકા ની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી જેમાં વોર્ડ નંબર -૪ ના કોંગ કોર્પોરેટર આજે લમ્પિગ્રસ્ત ગાય બનીને આવ્યા હતા, અને પોતાના ગળામાં લમ્પિગ્રસ્ત ગાયની પીડા સંબંધે ના સૂત્રો લખીને જનરલ બોર્ડમાં હાજરી આપી હતી. જેથી ભારે કુતુહલ સર્જાયું હતું. જામનગર શહેરમાં લમ્પિગ્રસ્ત ગાયોના મૃત્યુને લઈને વિરોધ પ્રદર્શિત કરવાના ભાગરૂપે આજે વોર્ડ નંબર-૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જનરલ બોર્ડમાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાના મુખવટા પર લમ્પિગ્રસ્ત ગાયોને જે રીતે શરીર પર ગાંઠના ચિન્હો જોવા મળે છે, તેવાજ ચિન્હ પોતાના મોઢા પર અને હાથ પર લગાવીને આવ્યા હતા. ઉપરાંત પોતાના ગળામાં એક પોસ્ટર લટકાવ્યું હતું, જેમાં દર્શાવ્યું હતું, કે હું લમ્પિ વાયરસમાંથી બચેલી ગાય છું, મારી જાતિની બીજી બધી ગાયોના મોત માટે મેયર, ચેરમેન જવાબદાર છે. હું તેનો ન્યાય માંગવા આવી છું. આપ સૌની માતા, ગાય માતા. જે પોસ્ટર સાથે જનરલ બોર્ડમાં હાજરી આપવા માટે આવતાં અન્ય સભ્યોમાં કુતુહલ પ્રસર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.