દલિત વિદ્યાર્થીના મોત અંગે વડોદરામાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન - At This Time

દલિત વિદ્યાર્થીના મોત અંગે વડોદરામાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન


વડોદરા,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારરાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ હોવાની ઘટના ઘટી છે. સમગ્ર મામલે આરોપ છે કે દલિત વિદ્યાર્થીએ ખાનગી સ્કુલના સંચાલકના માટલામાંથી પાણી પીધુ હતુ. આ વાતને લઈને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. હવે આ ઘટનાના પગલે રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ લોકોએ ઘટનાને વકોડી કાઢી વિરોધ પ્રદર્શન કરી કેન્ડલ માર્ચ થકી વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મળતી માહિતી અનુસાર 20 જુલાઈએ ઈન્દ્ર દરરોજની જેમ સ્કુલ ગયો હતો જ્યાં તરસ લાગી તો તેણે સ્કુલમાં મૂકેલા પાણીના માટલામાંથી પાણી પી લીધુ પરંતુ તે માટલુ શિક્ષક છૈલસિંહ માટે અલગ મૂકવામાં આવ્યુ હતુ. આ વાતની જાણકારી મળતા જ સંચાલકે જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરતા વિદ્યાર્થીને માર માર્યો. જેના કારણે તેના કાન અને આંખમાં ખૂબ ઈજા પહોંચી. વિદ્યાર્થીએ પોતાના પિતાને ઘટનાની જાણકારી આપી, જે બાદ સતત જુદી જુદી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી પરંતુ 13 ઓગસ્ટે ઈન્દ્રનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. પોલીસે સમગ્ર મામલે એસસી-એસટી એક્ટ સહિત હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.  પોલીસે ખાનગી શાળાના સંચાલકની પણ ધરપકડ કરી છે. ઘટના બાદ અનેક શહેર જિલ્લામાં તણાવ વધી ગયો છે. દરમિયાન વડોદરા શહેરમાં પણ તેના પડઘા પડ્યા છે. બાપોદ જકાતનાકા પાસે આવેલ જય અંબે નગરના રહીશોએ વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ હેતુ કેન્ડલ માર્ચ યોજી હતી. અને કડક કાર્યવાહી સાથે જવાબદારને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.