સુરતમાં દોડતી રિક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ લાગી
- સીએનજી રીક્ષા હોય સ્પાર્ક મળતા 15 બોટલ તૂટી ગઈ : પોલીસે સીલબંધ 80 બોટલ કબજે કરી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરીસુરત,તા. 22 જુન 2022,બુધવારસુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે દોડતી સીએનજી રીક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે રિક્ષાચાલક રીક્ષા સળગતી મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી ત્યાં પહોંચેલી પોલીસને રીક્ષા સોંપતા પોલીસે તેમાંથી સીલબંધ 80 બોટલ કબજે કરી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ ફાયરબ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે ૯ વાગ્યાના અરસામાં વરાછા તરફ જઇ રહેલી સીએનજી રીક્ષા ( નં.જીજે-૦૫-બીવાય-૮૯૬૯ ) ના પાછળના ભાગે એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ધોતી રીક્ષા માં આગ લાગતા તેનો ચાલક રીક્ષા ત્યાં મૂકી જ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ ઓલવી ડીકી ચેક કરતા તેમાંથી દારૂની તૂટેલી અને સીલબંધ બોટલો મળી આવી હતી. કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ફાયર બ્રિગેડ કબજો સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતા એન્જિન ના ભાગે છુપાવેલી દારૂની ૮૦ સીલબંધ બોટલ અને ૧૫ તૂટેલી બોટલ મળી આવી હતી.સ્થળ પર પહોંચેલા એફ.એસ.એલ.ના અધિકારીઓએ તપાસ કરતા ખુલાસો થયો હતો કે દારૂની બોટલ એન્જિનના ભાગે છુપાવી હોવાથી એક બોટલ ફૂટતા અને તેને એન્જિનનો સ્પાર્ક મળતા આગ લાગી હતી. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી રીક્ષાના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.