જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો - At This Time

જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો


જામનગર, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારજામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક બનાવટી તબિબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટીમે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી દવા ને લગતા જરૂરી સાધનો તથા દવાનો જથ્થો કબજે કર્યો છે. આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે જિલ્લાની શિવાની નામનો મેડિકલ ડોક્ટર ને લગતી કોઈપણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં રજવી ક્લિનિક નામનું દવાખાનુ ચલાવી રહ્યો છે, અને ગરીબ દર્દીઓને તપાસી તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખા ને મળી હતી, જેથી ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી. શાખાએ ઉપરોક્ત દવાખાના પર દરોડો પાડ્યો હતો. જ્યાં દર્દીઓની તપાસ કરી રહેલા જિલાની ઈલિયાસભાઈ શિવાણી નામના શખ્સની પૂછપરછ કરતાં તેની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને દવાખાનામાંથી ગ્લુકોઝના 18 નંગ બાટલા, ઇન્જેક્શન, તથા જુદી જુદી દવાઓ સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી, અને તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.